બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલ માર્કડ લો પ્રેશરની અસર હેઠળ છેલ્લા ચાર–પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર્રમાં સક્રિય બનેલો ચોમાસાનો માહોલ હવે ધીમે ધીમે મદં પડવા લાગ્યો છે. સૌપ્રથમ સૌરાષ્ટ્ર્રમાં વરસાદની ગતિવિધિ ઘટા બાદ ગુવારે સમગ્ર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ છતાં એકપણ સ્થળે નોંધપાત્ર વરસાદ નોંધાયો ન હતો. આજે સવારે આકાશમાં વાદળોની હાજરી હોવા છતાં રાયના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયો ન હતો, જેના કારણે ચોમાસાએ ફરી વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભારત હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૯ જુલાઈએ નૈઋત્યનું ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના બાકીના વિસ્તારોમાં આગળ વધતાં સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન પૂર્ણ થયું છે. સામાન્ય રીતે સમગ્ર દેશમાં ૮ જુલાઈ સુધી ચોમાસું છવાઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે તે એક દિવસના વિલબં સાથે પૂર્ણ થયું છે.
હવામાન વિભાગના સિનોપ્ટિક વિશ્લેષણ મુજબ ઉત્તરપશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણપશ્ચિમ ઉત્તરપ્રદેશ વિસ્તાર પર રહેલું વેલ–માકર્ડ લો પ્રેશર હવે દક્ષિણપશ્ચિમ ઉત્તરપ્રદેશ તરફ સરકીને ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી આશરે ૭.૬ કિલોમીટર સુધી વિસ્તરેલું છે અને આગામી ૨૪ કલાકમાં ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને વધુ નબળું પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ–શોર ટ્રફ યથાવત હોવાથી નીચલા સ્તરે નૈઋત્યના ભેજયુકત પવનો ફંકાઈ રહ્યા છે, જેના કારણે રાયમાં વાદળછાયું વાતાવરણ ચાલુ રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે ૧૦થી ૧૫ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર્ર–કચ્છના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
જોકે ૧૨ જુલાઈ બાદ ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શકયતા ઘટશે, યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના દક્ષિણ ભાગના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના યથાવત રહેશે.
રાજકોટમાં ગુવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શુક્રવારે સવારે લઘુત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી અને સવારે ૮:૩૦ વાગ્યે ૨૮.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૫ ટકા અને પવનની સરેરાશ ગતિ ૧૬ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. રાયમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ૩૬.૩, અમદાવાદમાં ૩૬.૨, રાજકોટમાં ૩૫.૯ તેમજ કંડલા અને ગાંધીનગરમાં અનુક્રમે ૩૫.૬ અને ૩૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હાલની હવામાન પરિસ્થિતિને જોતા આગામી થોડા દિવસોમાં રાયમાં વ્યાપક અને ભારે વરસાદની શકયતા ઓછી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર્રના કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વાદળોના વિકાસને કારણે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application