BREAKING NEWS

ચોમાસાને વિરામ: સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં માત્ર છૂટાછવાયા ઝાપટાંની આગાહી

  • July 13, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા ચારથી પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં વાદળછાયું વાતાવરણ હોવા છતાં વરસાદી માહોલ લગભગ સમા થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાયના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિરામ લીધો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. હાલમાં રાયને અસર કરે તેવી કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી થોડા દિવસોમાં પણ ભારે વરસાદની શકયતા ઓછી હોવાનું હવામાન વિભાગના સંકેતો દર્શાવે છે.
ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે ગઇકાલે ૧૨ જુલાઈએ બપોરે ૧૨ વાગ્યે જાહેર કરેલા બુલેટિન મુજબ હાલ મોનસૂન ટ્રફ શ્રીગંગાનગર, હિસાર, મેરઠ, શાહજહાંપુર, ગોરખપુર, મુઝફરપુર થઈ દક્ષિણ આસામ તરફ પસાર થઈ રહ્યો છે. એટલે કે મોનસૂનનો મુખ્ય પટ્ટો ગુજરાતથી ઉત્તર તરફ ખસી ગયો છે. સાથે જ પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સક્રિય છે, યારે ગુજરાત ઉપર કોઈ નોંધપાત્ર નીચા દબાણની સિસ્ટમ કે સાયકલોનિક સકર્યુલેશન કાર્યરત નથી. પરિણામે રાયમાં વ્યાપક વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતી નથી.
વિભાગની પાંચ દિવસની આગાહી મુજબ ૧૩થી ૧૯ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ત્યારબાદ રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, દ્રારકા અને બોટાદ સહિતના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ૧૫ જુલાઈ બાદ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે, યારે રાયના બાકીના વિસ્તારોમાં મોટાભાગે શુષ્ક હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
આગાહી પરથી સ્પષ્ટ્ર થાય છે કે આગામી દિવસોમાં રાયમાં વ્યાપક કે ધોધમાર વરસાદની શકયતા હાલ દેખાતી નથી. તેથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં સર્જાનારી નવી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે, જે સક્રિય થયા બાદ જ ચોમાસામાં ફરી ગતિ આવવાની આશા વ્યકત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News