કોવિડ ૧૯ રોગચાળાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. હવે વિશ્વમાં વધુ એક નવી બીમારીએ દસ્તક આપી છે. વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ તેને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.આ બીમારીનું નામ મંકીપોકસ છે. વિશ્વમાં ઘણા લોકો આ રોગનો શિકાર બની રહ્યા છે. એમપોકસ વાયરસ વિશ્વના ૧૧૬ દેશોમાં ફેલાયો છે. આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, આફ્રિકામાં અત્યાર સુધીમાં એમપોકસના ૧૭,૦૦૦ કેસ નોંધાયા છે, જેમાંથી ૫૧૭ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં તેના કેસ ૧૩ દેશોમાં ફેલાઈ ચૂકયા છે.હાલમાં ભારતમાં આ વાયરસની અસર દેખાતી નથી.આ રોગ ૨૦૨૨ કરતા વધુ ગંભીર અને જીવલેણ સાબિત થઈ શકે છે. મંકીપોકસ રોગ ઘણીવાર જાતીય સંભોગ અથવા સમલૈંગિક સંબંધો દરમિયાન એક વ્યકિતથી બીજામાં ટ્રાન્સફર થાય છે. આથી મંકીપોકસની તુલના ઘણીવાર એઇડસ જેવા રોગ સાથે કરવામાં આવે છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ દેશવાસીઓને એલર્ટ કર્યા છે. કહ્યું કે એક નવો વાયરસ આવી રહ્યો છે, જે કોવિડ ૧૯ કરતાં પણ વધુ ખતરનાક હોઈ શકે છે. આથી દરેકે આ બાબતે સાવચેત રહેવાની જર છે.
મંકીપોકસનો જૂનો પ્રકાર પહેલાથી જ વિશ્વના ઘણા દેશોમાં મળી આવ્યો છે. પરંતુ નવું વેરિઅન્ટ કોંગો સિવાય બીજે કયાંય જોવા મળ્યું નથી. અમેરિકન સીડીસીએ ડોકટરોને ચેતવણી જારી કરી છે કે તેઓએ ત્વચા પર ફોલ્લીઓ અને ઘા જેવા રોગો વિશે સાવચેત રહેવાની જર છે.
ડબલ્યુએચઓના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસ એડનેમના જણાવ્યા અનુસાર, મંકીપોકસના પ્રકોપને રોકવા માટે આંતરરાષ્ટ્ર્રીય સ્તરે બધાએ સાથે મળીને કામ કરવાની જર છે. આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં મોટી વસ્તી આ રોગથી પીડિત છે. ત્યાંના લોકો વારંવાર એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે છે. રોગચાળો ફેલાવાનો ભય છે. તેથી દરેકે સતર્ક રહેવું જોઈએ
કોંગોમાં ૫૦૦થી વધુ લોકોનાં મોત
કોંગોમાં અત્યાર સુધીમાં ૧૪ હજારથી વધુ કેસ નોંધાયા છે. જેમાંથી ૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. ચિંતાનો વિષય છે કે ૧૫ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પણ આ વાયરસનો શિકાર બની રહી છે, જેને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઇમરજન્સી જાહેર કરવાનો નિર્ણય લીધો છે, જેથી પરિસ્થિતિને વધુ ખરાબ થતી અટકાવી શકાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech