રાજકોટ સહીત ગુજરાત અને અન્ય રાયમાં બાળકોમાં થતા ચાંદિપુરા રોગ અઠવાડિયાથી શાંત પડતા રાયમાં એક પણ કેસ નોંધાયા નથી ત્યારે હવે મંકી પોકસએ ઉપાડો લેતા સરકારને ચોકકના કરી દીધી છે. બહારના દેશમાંથી આવતા લોકોનું એરપોર્ટ પર સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અને લક્ષણો જણાતા આઇસોલેટ કરવાની વ્યવસ્થા પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે. આ ગંભીર રોગ રાયમાં ન ફેલાય એ માટે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે રાય સરકારે આરોગ્ય વિભાગને પણ એલર્ટ મોડ પર રહેવા જણાવ્યું છે જેને લઈને રાયની સિવિલ હોસ્પિટલમાં મંકી પોકસના દર્દીઓની સારવાર માટે અલગથી આઇસોલેટ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ તેના ટેસ્ટ માટે અમદાવાદની લેબમાં વ્યવસ્થા કરવામાં આવી છે. મંકી પોકસને લઇને આરોગ્ય વિભાગની સૂચનાના પગલે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલણ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ પીડીયુના પીએમએસએસવાયમાં ૧૦ અને એમસીએચ (ઝનાના) બ્લોકમાં ૧૦ મળી પ્રાથમિક ધોરણે કુલ ૨૦ બેડની વ્યવસ્થા સાથેનો આઇસોલેટ વોર્ડ શ કરવામાં આવ્યો છે.તેમજ મેડિસિન,પીડિયાટિ્રક, માઈક્રોબાયોલોજી સહિતના વિભાગના વડા, મેડિકલ ઓફિસર સાથે બેઠક યોજી સારવાર–નિદાનને લઇ ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એમસીએચ બ્લોકમાં ચાંદિપુરાની સારવાર માટે દાખલ કરવામાં આવેલા પોઝિટિવ અને સસ્પેકટ મળી આજસુધીમાં ૩૦ જેટલા એડમિશન નોંધાયા હતા જેમાં હાલ એક પોઝિટિવ અને ચાર નેગેટિવ દર્દીઓ પડિયાટિ્રક વિભાગમાં સારવાર લઇ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech