ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીની ટીમમાં વાપસીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. શમી 2023 ODI વર્લ્ડ કપ ફાઈનલ બાદથી મેદાનમાં પરત ફરી શક્યો નથી. શમી ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે. જો કે હવે તેની ટૂંક સમયમાં વાપસી થવાની આશા છે પરંતુ ટીમ ઈન્ડિયામાં પરત ફરતા પહેલા શમી અન્ય ટીમ સાથે રમતો જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયામાં પાછા આવતા પહેલા શમી બંગાળ માટે રણજી ટ્રોફીની કેટલીક મેચો રમતો જોવા મળી શકે છે. રણજી ટ્રોફી 2024-25 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે, જેમાં બંગાળની ટીમ તેની પ્રથમ મેચ ઉત્તર પ્રદેશ સામે રમશે. રણજી ટ્રોફીની શરૂઆત પહેલા શમી બંગાળ ક્રિકેટ એસોસિએશનના લોકોને મળ્યો હતો, જેમાં ચીફ સિલેક્ટર પણ હાજર હતા.
ભારતીય બોલરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા મીટિંગની તસવીર શેર કરી છે. આ તસવીરને કેપ્શન આપતા તેણે લખ્યું કે, "ઘણા વર્ષો પછી મારા રણજી ભાઈઓ સાથે ફરી મળ્યો. ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને ઈન્ટરનેશનલ સ્ટેજ સુધી, અમારી વચ્ચેના સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે."
શમીની આ તસવીરથી લગભગ સ્પષ્ટ છે કે તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરતા પહેલા રણજીમાં રમતો જોવા મળશે. અગાઉ એક ઈવેન્ટ દરમિયાન પણ શમીએ કહ્યું હતું કે જો જરૂર પડશે તો તે રણજી ટ્રોફી મેચ રમશે. જો કે સત્તાવાર માહિતી આવવાની બાકી છે.
શમી એક એવો બોલર છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધી તેણે પોતાની કારકિર્દીમાં 64 ટેસ્ટ, 101 વનડે અને 23 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટેસ્ટની 122 ઇનિંગ્સમાં તેણે 27.71ની એવરેજથી 229 વિકેટ લીધી છે. આ સિવાય ODIની 100 ઇનિંગ્સમાં ભારતીય પેસરે 23.68ની એવરેજથી 195 વિકેટ લીધી છે. શમીએ ટી20 ઇન્ટરનેશનલની બાકીની 23 ઇનિંગ્સમાં 24 વિકેટ લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech