વર્લ્ડકપ પહેલા મોહમ્મદ શમીને પત્ની સાથે વિવાદના મામલામાં જામીન

  • September 20, 2023 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ગતરોજ પત્નીના હરાસમેન્ટ કેસમાં મોટી રાહત મળી છે. શમીને અલીપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. કોર્ટમાં હાજર થઇ મોહમ્મદ શમીએ પોતાની જામીન અરજી પણ દાખલ કરી હતી. ઓસ્ટ્રેલિયા વિદ્ધ આગામી ૩ મેચની વનડે સીરીઝ અને ત્યારબાદ ઓડીઆઈ વલ્ર્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બનેલા મોહમ્મદ શમી માટે આ નિર્ણયને મોટી રાહત માનવામાં આવી રહી છે. શમીની સાથે કોર્ટે તેના ભાઈ મોહમ્મદ હાસિમની જામીન અરજી પણ મંજૂર કરી છે. અહેવાલ મુજબ, શમી અને તેનો ભાઈ વકીલ સલીમ રહેમાન સાથે કોર્ટમાં હાજર થયા હતા.


મોહમ્મદ શમીના વકીલ સલીમ રહેમાને જામીન મળ્યા બાદ કહ્યું કે શમી અને તેનો ભાઈ હાસીમ કોર્ટમાં હાજર થયા અને જામીન માટે અરજી કરી. તેમની અરજી કોર્ટે સ્વીકારી હતી. શમીની પત્ની હસીન જહાંએ ૮ માર્ચ ૨૦૧૮ના રોજ જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના ભાઈ પર હરાસમેન્ટનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવી હતી.મોહમ્મદ શમીને એશિયા કપ ૨૦૨૩માં માત્ર ૨ મેચ રમવાની તક મળી હતી, જેમાં તેણે એક નેપાળ સામે અને બીજી બાંગ્લાદેશ ટીમ સામે રમી હતી. આ બંને મેચમાં શમીએ પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. હવે તેને વલ્ર્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામેની ૩ મેચની ઓડીઆઈ સિરીઝમાં તમામ મેચ રમવાની તક મળી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application