ભાણવડ તાબેના મોડપર ગામે રહેતા સંતોકબેન નગા દેવશી નંદાણીયા નામના 30 વર્ષના આહીર મહિલાએ ગત તારીખ 20 ના રોજ ભૂલથી એસિડ પી જતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ મૃતકના પતિ નગાભાઈ દેવશીભાઈ નંદાણીયાએ ભાણવડ પોલીસને કરી છે.
ખંભાળિયામાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી કણજાર ચોકડી પાસેથી પોલીસે સરકારી ખરાબામાં બેસીને તીનપતિ નામનો જુગાર રમી રહેલા ભીખુ રજાકાભાઈ કાપડી, લખન ડોસાભાઈ કાપડી અને રામ ભુપતભાઈ કાપડી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, રૂપિયા 17,150 રોકડા તથા રૂપિયા 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ મળી, કુલ રૂપિયા 27,650 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં અહીંના શિરૂતળાવ વિસ્તારમાં રહેતા ઈસમ ઈકબાલ પરમાર (લાકડીયા)ને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અન્ય એક કાર્યવાહીમાં અહીંના શિરૂતળાવ બી.આર.સી. ભવનની ઓફિસની બાજુમાંથી પોલીસે રાજુ અરજણ ચાવડા અને રમેશ રામસંગ મકવાણાને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા ઝડપી લઇ , ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech