કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે બહુજન વિરોધી BJP ભલે જૂઠ ફેલાવે, અમે આરક્ષણ પર આંચ ન્હિયા આવવા દઈએ.
રાહુલ ગાંધીએ જાતિ ગણતરી પર ભાજપને ઘેરતા કહ્યું કે, મોદીજી 'જાતિ ગણતરી' બોલતા પણ ડરે છે, તેઓ નથી ઈચ્છતા કે બહુજનને તેમનો અધિકાર મળે.
શું છે રાહુલ ગાંધીની માંગ?
રાહુલ ગાંધીએ પોસ્ટ કરીને કહ્યું કે, અમે ત્યાં સુધી નહીં રોકાઈશું જ્યાં સુધી - એક વ્યાપક જાતિ ગણતરી હાથ ધરવામાં ન આવે - અનામતની 50% મર્યાદા દૂર કરવામાં આવે અને દરેક વર્ગને તેમના હક્ક, હિસ્સો અને ન્યાય મળે - વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતી ભવિષ્યનો આધાર ન બને.
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીના સમયથી જ જાતિ ગણતરી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હું ફરી ફરી કહું છું કે આ મારા માટે રાજકીય મુદ્દો નથી, બહુજનને ન્યાય અપાવવો એ મારા જીવનનું મિશન છે.
રાહુલ ગાંધીએ વીડિયો શેર કર્યો
રાહુલ ગાંધીએ આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે અનેક અલગ-અલગ શહેરો અને વિદેશોમાં અનામતને લઈને સમયાંતરે આપેલા નિવેદનોની ક્લિપનો વીડિયો છે. આ વીડિયોમાં 12 એપ્રિલ 2023થી લઈને અત્યાર સુધી અનામતને લઈને ભાજપને ઘેરતા રાહુલ ગાંધીના નિવેદનોનો વીડિયો છે. જેમાં અંતમાં તેમના નિવેદનની એક ક્લિપ ઉમેરવામાં આવી છે જેમાં તેમણે 24 ઓગસ્ટ 2024ના રોજ પ્રયાગરાજમાં કહ્યું હતું કે જો વડાપ્રધાન આરક્ષણ માટે પગલાં નહીં ભરે તો અન્ય કોઈ વડાપ્રધાન આવીને કરશે.
અમિત શાહએ નિશાન સાધ્યું હતું
ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે તાજેતરમાં અનામતને લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં જનતાને સંબોધિત કરતી વખતે અમિત શાહે રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો, રાહુલ ગાંધી આરક્ષણ હટાવવા માંગે છે, તેમણે કહ્યું રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું કે પહાડીઓને હવે આરક્ષણ નથી જોઈતું. અમિત શાહે કહ્યું, રાહુલ બાબા અમે તમને અનામત હટાવવા નહીં દઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech