રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડની પરીક્ષા ની પૂર્વ તૈયારી અર્થે એક મોડેલ ટેસ્ટનું આયોજન જેકુવર બેન સોની ક્ધયા વિદ્યાલય માં કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ ૧૦ માટે ગણિત અને ધોરણ ૧૨ માટે નામાના મૂળતત્વ જેની પેપર સ્ટાઇલ આવનારી પરીક્ષાઓના પ્રશ્નપત્ર અનુસાર એટલે કે આવનારા દિવસોમાં જ્યારે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવા જશે, ત્યારે તેમને થોડું સરળ લાગશે.
આ ટેસ્ટના પેપર દરમિયાન વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે શરૂઆતની ૧૫ મિનિટ એટલે કે જ્યારે ક્વેશ્ચન પેપર આપે ત્યારથી લઇ અને જે પેપર રીડ કરવાનો સમય ૧૫ મિનિટનો મળે છે, એ દરમિયાન કઈ કઈ બાબતો ધ્યાનમાં લઇ અને સરળતાપૂર્વક પ્રશ્નો પેપરમાં જેટલું આવડતું હોય એ શરૂઆતની કલાકોમાં લખી લેવું, જેથી પૂરતા સમયમાં એ જવાબ લખી મૂકે. જેથી તેને પૂરતા માર્ક મળી રહે.
એ ઉપરાંત પ્રશ્ન પેપરમાં કોઈ પણ પ્રકારના લખાણ લખવા નહીં, ઉતરવાહિનીમાં કેવી રીતે વિગત ભરવી વધારાને પુરવણીનો ટોટલ કેવી રીતે કરવો, તેને કેવી રીતે દોરાથી બાંધવી, જેવી નજીવી બાબતોનો પૂર્ણ પરિચય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો.
આ મોડલ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જેકુવરબેન સોની ક્ધયા વિદ્યાલય ના ટ્રસ્ટી મનમોહનભાઈ સોની, શાસક પક્ષના નેતા અને જામનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી આશિષભાઈ જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, તૃપ્તિબેન ખેતીયા, ધિરેનભાઈ મોનાણી, કેતનભાઇ ગોસરાણી, પૂર્વ કોર્પોરેટર સરિતબેન ઠાકર, મહીલા બ્રહ્મ અગ્રણી ડીમ્પલબેન મહેતા, જામનગર પત્રકાર મંડળના સેક્રેટરી જગતભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી જયદીપભાઈ અગ્રણી મિલનભાઇ બોડા તથા જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી ભાસ્કરભાઈ જોશી, જામનગર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના મહિલા પાંખ પ્રમુખ શ્રીમતી મનીષાબેન સુંબળ, જામનગર શહેર સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના મહામંત્રી શ્રીમતી વૈશાલીબેન જોષી, એન.આર.પી. બ્રહ્મસમાજ ઘટકના પ્રમુખ હિરેનભાઈ કનૈયા, બ્રહ્મદેવ સમાજના નિલેશભાઈ પંડ્યા, જાણીતા ધારશાસ્ત્રી ચૈતાલીબેન ભટ્ટ વગેરેએ હાજરી આપી હતી.
આ ટેસ્ટની પૂર્વ તૈયારી માટે યસ ક્લાસીસ અલ્પેશભાઈ ત્રિવેદી અને તેમની સાથે રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ શ્રી સુનિલભાઈ ખેતિયા, કલ્પેશભાઈ જોશી, એન.ડી. ત્રિવેદી, પંકજભાઈ ઠાકર, ભૂપેશભાઈ ઉપાધ્યાય, હરીશભાઈ પંડ્યા, હરીશભાઈ મહેતા, મનોજભાઈ જોશી, લલિતભાઈ જોશી, જીગ્નેશભાઈ રાવલ એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી આયોજન મુજબ આ ટેસ્ટ પરિપૂર્ણ કરાવી હતી. એ ઉપરાંત જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને ડિસ્ટીક કો. ઓપ. બેંકના જીતુભાઈ લાલ દ્વારા બાળકોને પ્રોત્સતી કરવા માટે સંસ્થાને પત્રના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમ સંસ્થાના મહામંત્રી ચિરાગભાઈ પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech