સૌરાષ્ટ્ર યુનિ.માં ડોક્ટરોની મશ્કરી રૂ.500થી 1000નું માસિક વેતન

  • July 17, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં નાક કાન ગળા, દાંતના ડોક્ટરો અને બે ફિઝીશ્યન છેલા 15 વર્ષથી સેવા આપે છે અને તેને માસિક રૂપિયા 500 થી 1000 નું માનદ વેતન આપવામાં આવે છે. બંને ફિઝિશિયન ને રુ. 500 -500 અને બંને ડોક્ટરને એક- એક હજાર મશ્કરીરૂપ માનદવેતન ચૂકવવામાં આવી રહ્યું છે.
વ્યવસાયે ડોક્ટર અને ઇન્ચાર્જ કુલપતિ તરીકેની જવાબદારી સંભાળતા ડોક્ટર કમલસિંહ ડોડીયાના અધ્યક્ષ સ્થાને એક્ઝિટિવ કાઉન્સિલની ગઈકાલે બેઠક મળી હતી. ડોક્ટરોને અપાતા માનદ વેતનમાં વધારો કરવાની દરખાસ્ત મહેકમ વિભાગ તરફથી આ બેઠકમાં મૂકવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર કરીને દર મહિને રૂપિયા 5000 ચૂકવવા જોઈએ તેવી ભલામણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ તરફ મોકલવામાં આવી છે. આગામી દિવસોમાં મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ સંદર્ભે નિર્ણય લેવાયા પછી તેની અમલવારી થશે.
આ ઉપરાંત યુનિવર્સિટીના એન્જિનિયરો અને કોમ્પ્યુટર સોફ્ટવેર  સંબંધિત કામગીરી સંભાળતા આઉટસોર્સિંગ સ્ટાફ ના વેતનમાં રહેલી વિસંગતતા દૂર કરવા માટે નિર્ણય કરીને આ અંગેની દરખાસ્ત બોર્ડ ઓફ મેનેજમેન્ટ તરફ મોકલવામાં આવી છે.
યુનિવર્સિટીના સુત્રોના જણાવ્યા મુજબ સિનિયર પ્રોગ્રામર તરીકે કામ કરતા કર્મચારીને જે પગાર મળે છે તેના કરતાં વધુ પગાર પાછળથી જોડાયેલા સિનિયર પ્રોગ્રામર અને સિસ્ટમ ટેકનિશિયનને મળી રહ્યો છે. સિસ્ટમ ટેકનિશિયનની જગ્યા સિનિયર પ્રોગ્રામર કરતાં નીચલા હોદ્દાની છે. યુનિવર્સિટીમાં અત્યારે સિનિયર પ્રોગ્રામર તરીકે રોહિત મોલીયા ફરજ બજાવે છે અને તે કોમ્પ્યુટર સેન્ટરમાં ઘણા સમયથી ખાલી પડેલી ડાયરેકટર, સિસ્ટમ મેનેજર, સિસ્ટમ એનાલિસ્ટ અને સિસ્ટમ એન્જિનિયરની વધારાની કામગીરી પણ સંભાળી રહ્યા છે. પરંતુ છેલ્લા 14 વર્ષથી નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા આ કર્મચારીને પગારમાં અન્યાય થઈ રહ્યો હોવાની ચચર્િ મિટિંગમાં કરવામાં આવી હતી અને તે બાબતે પણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ ને દરખાસ્ત મોકલવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application