ડિફેન્સ કોલોની નજીક મોબાઇલની તફડંચી

  • December 07, 2023 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ડિફરેન્સ કોલોની વિસ્તારમાં એક યુવાને પોતાનો મોબાઈલ ફોન જાકીટમાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
જામનગરમાં ડિફેન્સ કોલોની પ્લોટ નં. ૪૯ ખાતે રહેતા રાજ જીતેશભાઈ પડિયાનો મોબાઇલ ફોન જેકેટના ખિસ્સામાં રાખ્યો હતો. તેમાંથી કોઈ તસ્કરોએ ૩૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હોવાનું સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે. પોલીસ દ્વારા મોબાઈલ ફોનની કોલ ડીટેઇલના આધારે તસ્કરને શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે જીતેશ ભગવાનજીભાઇ દ્વારા અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application