જામનગરમાં હિમાલય સોસાયટીમાં આવેલી એક હોસ્ટેલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરાયા

  • February 17, 2024 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના એસટી ડેપો પર આવેલા આણંદના એક યુવાન ના રૂપિયા ૯૭,૦૦૦ નો કિંમતનો કીમતી આઈફોન ચોરાયો

જામનગર શહેરમાં મોબાઇલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને એકી સાથે ત્રણ મોબાઇલ ફોનની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં હિમાલય સોસાયટીમાં આવેલી એક હોસ્ટેલના રૂમમાંથી બે વિદ્યાર્થીઓના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા છે, જ્યારે જામનગરના એસટી ડેપો પર આવેલા આણંદના એક યુવાનના ખિસ્સામાંથી ૯૭,૩૦૦ ની કિંમત ના આઈફોન ની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં હિમાલય સોસાયટી વિસ્તારમાં આવેલી જય માતાજી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા રૂપેશ પ્રેમજીભાઈ ડાભી તેમજ તેના રૂમ પાર્ટનર પિયુષ મનસુખભાઈ ડાભી કે જે બંનેના મોબાઈલ ફોન ચાર્જિંગ માટે બારીમાં રાખવામાં આવ્યા હતા.
જે દરમિયાન કોઈ તસ્કરોએ હોસ્ટેલમાં પ્રવેશ કરી બારીમાં હાથ નાખી બંને મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી સીસીટીવી કેમેરા ચકાસવાનું શરૂ કર્યું છે.
આ ઉપરાંત જામનગરના એસટી ડેપો પરથી વધુ એક મોબાઈલ ફોન ચોરાયો છે. મૂળ રાજકોટના વતની અને હાલ આણંદ રહેતા વિમલભાઈ ભગવાનજીભાઈ સુરાણી, કે જેઓ જામનગર આવ્યા હતા, અને જામનગરના એસટી ડેપો પર પ્લેટ ફોર્મ નંબર -૧ ઉપર બસની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન ગિરદી નો લાભ લઇ તેમના ખિસ્સામાંથી રૂપિયા ૯૭,૩૦૦ ની કિંમતના કિંમતી આઈફોન ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદ થી તસ્કરને શોધવાનું શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application