ગઇ તા.૧૨ ના બનેલી લુંટની આ ઘટનાને લઇ તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઈ એમ.એચ.મહારાજ તથા હેડ કોન્સ. બલભદ્રસિંહ સુરૂભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા અને જયપાલસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ તપાસમાં હતો.દરમિયાન ફોનની ચીલઝડપ કરનાર ન્યુ રીંગ રોડ કરણ અર્જુન પાર્ટી પ્લોટ નજીક બાઈક લઈ ઉભો હોવાની બાતમી આધારે સ્ટાફે બાતમીવાળા સ્થળે જઈ શંકાસ્પદ ઉભેલ શખસની પુછતાછ કરતા તે બાલાજી હોલ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતો વનરાજ ઉર્ફે ટકો રવજીભાઈ હાડા(ઉ.વ ૨૦) હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની ઝડતી લેતા વિવિધ કંપનીના ૬ ફોન તથા રોકડ રૂ.૬૫૦૦ મળી આવતા પોલીસે રૂ.૮૦,૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.
આરોપીની પ્રાથમિક પુછતાછમાં ૧૫ દિવસમાં વિવિધ સ્થળેથી લોકોના ફોન ઝુંટવી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.જેની પુછતાછ દરમિયાન પાંચ મોબાઇલ ચોરીના બનવાનો ભેદ ઉકેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech