વંથલી પાસે ટ્રક-બાઈક અકસ્માતને પગલે ટોળાંએ ટ્રકને આગ ચાંપી દીધી
વંથલી પાસે ટ્રક-બાઈક અકસ્માતને પગલે ટોળાંએ ટ્રકને આગ ચાંપી દીધી
April 30, 2026 10:12 PM
વંથલીના કણજડી મધુવંતીના કાંઠા પાસે પાંચ દિવસ પૂર્વે લીઝ ભરવા જતા ટ્રક અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જાયો તે ટ્રક અને સળગાવી દીધો હતો અને અન્ય ત્રણ ટ્રકમા તોડફોડ કરવામાં આવી હતી. હુમલાની ઘટનામાં ૧.૩૨ લાખની નુકસાની તથા ટ્રકમાં પડેલા ૪૨ હજાર રોકડા સળગાવી દીધા અંગે સરપંચ સહિત ૪જ તથા અજાણ્યા ૧૫ ઇસમો સહિત કુલ ૨૦ વિરુદ્ધ વંવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. આ અંગે વધુ વિગત મુજબ સમઢીવાળા ગામે રહેતા જયેશભાઈ ભારાઈ અને તેનો ભાઈ સરમણભાઈ બંને વંવલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે રેતીની લીઝ ભરવા જતા હતા. કણજડી મધુવંતી નદી પાસે કાંઠે પહોંચતા ટ્રક બંધ વઈ ગયો હતો અને બંને ભાઈઓ ગેરબોકસ ચેક કરતા હતા તે સમયે અજાણ્યો મોટરસાયકલ ચાલક ટ્રક સાથે અથડાયો હતો. મોટરસાયકલ ચાલકને ઈજા વતાં ત્યાં ગામના માણસો ભેગા એકત્ર થઈ ગયા હતા અને ટ્રક ચાલક અને તેના મિત્રને ગાળો ભાંડી અને માર માર્યો હતો. અને ટ્રકને સળગાવી દેવો છે તેમ જણાવતા બંને ભાઈઓ ડરના કારણે નાસી ગયા હતા. ત્યારબાદ ઉસકેરાયેલા ટોળાએ જયેશભાઈના ટ્રકને આગ ચાંપી હતી. ટ્રક સળગાવ્યા બાદ પણ ટોળાએ તે રસ્તે થી નીકળેલ અન્ય ત્રણ ટ્રકમાં પણ પથ્થરી વડે તોડફોડ કરવામાં આવી હતી. હુમલાની ઘટના અંગે ટ્રક ચાલક જયેશભાઈએ કેહુરભાઈ મેતર, વિજયભાઈ સરપંચ, બાવલાભાઈ, વિરમભાઈ તથા અજાણ્યા ૧૫વી૨૦ લોકો દ્વારા ટ્રક ચાલકને માર મારી એક ટ્રક ને સળગાવી તથા ત્રણ ટ્રકમાં તોડફોડ કરી ૧.૩૨ લાખનું નુકસાન કર્યું હતું. અને અકસ્માત સર્જાયેલ તે જયેશભાઈના ટુકમાં પડેલા ૪૨ હજાર સળગાવી દીધા હતા. અકસ્માતની ઘટના અંગે ટ્રક ચાલકે સરપંચ સહિત ૨૦ લોકો વિરુદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.