જામ્યુકો અને રેલ્વે તંત્ર વચ્ચે એમઓયુ: બાકી લેણાના રુા.૨૪ કરોડ મળશે

  • December 18, 2023 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વિસ ચાર્જ પેેટે કોર્પોરેશનને દર વર્ષે રુા.૧ કરોડ પણ આપવા રેલ્વે તંત્રની તૈયારી

જામનગર મહાપાલિકા અને જીઆઇડીસીના ઉદ્યોગકારો વચ્ચે ટેકસના ૭૫ ટકા રકમ વિકાસના કામોમાં વાપરવા માટે કરાર થયા બાદ જામનગર મહાપાલિકાએ રેલ્વે તંત્ર સાથે પણ બાકી રહેલા લેણા અને સર્વિસ ચાર્જ અંગે એમઓયુ કર્યા છે, જેના ભાગરુપે જામ્યુકોના ટેકસના રુા.૨૪ કરોડ રેલ્વે આપશે અને દર વર્ષે રુા.૧ કરોડ જામનગર મહાપાલિકાને રેલ્વે આપશે.
જામનગર મહાપાલિકા અને રેલ્વે તંત્ર વચ્ચે તાજેતરમાં એમઓયુ થયા છે જેમાં રેલ્વે સ્ટેશન, જુના રેલ્વે સ્ટેશન તેમજ તેની સામે આવેલી જુની ખંઢેર જેવી રેલ્વે કોલોની અને શહેરમાં આવેલા રેલ્વે અધિકારીઓના બંગલા, મિલ્કત અને કવાર્ટરના સર્વિસ ચાર્જ દર વર્ષે લેવા અંગે જામ્યુકો અને રેલ્વે વચ્ચે એમઓયુ થયા છે, જેમાં બાકી રહેલા લેણા રુા.૨૪ કરોડ રેલ્વેએ આપવા તૈયારી બતાવી છે, ઉપરાંત દર વર્ષે સર્વિસ ચાર્જના રુા.૧ કરોડની રકમ પણ કોર્પોરેશનને મળશે.
આ કાર્યવાહી માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, આસી.ટેકસ કમિશ્નર જીગ્નેશ નિર્મલના પ્રયાસોથી રેલ્વે તંત્ર સાથે મીટીંગ થઇ હતી, આ અગાઉ પોસ્ટઓફીસ અને જીઆઇડીસીના ઉદ્યોગકારો સાથે પણ મીટીંગ કરવામાં આવી હતી, આમ બધુ થઇને લગભગ રુા.૪૦ કરોડ જેટલી ટેકસની બાકી રહેલી રકમ હવે કોર્પોરેશન મળશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application