'લાપત્તા' સોરેન આવતીકાલે ઇડી સામે હાજર થશે

  • January 30, 2024 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે દિલ્હી પહોંચેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેને સામેથી ઈડી અધિકારીઓનો સંપર્ક કર્યેા છે. ઈડીને મુખ્યમંત્રીના આવાસ પરથી એક મેઈલ મળ્યો છે જેમાં તેને ૩૧ જાન્યુઆરીએ તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. ઈડીની ટીમ સોમવારે સવારથી જ તેને શોધી રહી હતી. દિલ્હીમાં તેમના નિવાસસ્થાન અને ઝારખડં ભવનની પણ મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ તેમની કોઈ નિશાની મળી ન હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. હેમતં સોરેન ચાર્ટર્ડ પ્લેન દ્રારા દિલ્હી પહોંચ્યા હતા, પરંતુ આ પછી તેઓ કયાં ગયા તેની માહિતી ઈડીના અધિકારીઓ મેળવી શકયા ન હતા.

જમીન કૌભાંડ કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની ટીમ દિલ્હીમાં હેમતં સોરેનના ઘરે શાંતિ નિકેતન પહોંચી હતી. ઈડીએ સોરેનના ઘરેથી કેટલાક દસ્તાવેજો પણ રિકવર કર્યા છે. યારે ઈડી ની ટીમ સૂત્રો પાસે પહોંચી તો સોરેન ત્યાં જોવા મળ્યો ન હતો. જે બાદ તેમની શોધખોળ શ કરવામાં આવી હતી. ઈડીની ટીમે એક વખત સીએમ સોરેનની પૂછપરછ કરી હતી, પરંતુ હવે ફરીથી પૂછપરછ કરવા માટે સમય માંગ્યો હતો.

ઈડી ની પૂછપરછને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસની એક ટીમ સીએમ સોરેનના આવાસ પર પહેલાથી જ તૈનાત હતી. યારે સોરેન તેના ઘરે ન મળ્યો ત્યારે ઈડીના અધિકારીઓ પણ ઝારખડં ભવન પહોંચ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીની ટીમે ઝારખડં ભવનમાંથી સોરેન વિશે માહિતી લીધી અને પૂછયું કે શું સીએમ અહીં રોકાયા છે કે નહીં. આ સાથે તે અહીં કેટલી વાર આવ્યા ? સીએમ સોરેન વિશે માહિતી મેળવવા માટે ઈડીની એક ટીમ રાંચીમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી એક મેઇલ મળ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ૩૧ જાન્યુઆરીએ ઈડીની તપાસમાં જોડાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે દિલ્હી પહોંચ્યા બાદ હેમતં સોરેન સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી તેમજ કપિલ સિબ્બલને મળ્યા હતા. તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળવા માટે પણ સમય માંગ્યો હતો, પરંતુ તેમને સમય મળ્યો ન હતો.વાસ્તવમાં, જમીન કૌભાંડ કેસમાં ઈડી દ્રારા ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનને દસમું સમન મોકલવામાં આવ્યું હતું. ઈડી તરફથી સમન્સ મળ્યા બાદ સીએમ સોરેન શનિવારે જ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેના સમન્સમાં ઈડીએ ૨૯ થી ૩૧ જાન્યુઆરી વચ્ચે સોરેનની પૂછપરછ કરવા માટે સમય માંગ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application