ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે. અહીં આજે સવારે ચાર અજાણ્યા શખ્સોએ સ્કૂલવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વાન પર પણ પથ્થરમારો કર્યો હતો. ઘટના દરમિયાન વાનમાં 4 જેટલા બાળકો મુસાફરી કરી રહ્યા હતા. વાન પર ફાયરિંગ થયાની માહિતી મળતાની સાથે જ સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો.
ફાયરિંગની આ ઘટના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે સવારે SRS ઇન્ટરનેશનલ સ્કૂલની વાન બાળકોને લઈને આવી રહી હતી. વાનમાં ચોથા ધોરણ સુધીના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ચાર અજાણ્યા બદમાશોએ વાનને નિશાન બનાવી તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળીઓનો અવાજ સાંભળીને વાનમાં બેઠેલા બાળકો ડરી ગયા અને રડવા લાગ્યા હતાં.
આ દરમિયાન બદમાશોએ બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ જોઈને ડ્રાઈવરે તેજ સ્પીડમાં સ્કૂલવાન હંકારી હતી અને ઉતાવળમાં શાળાએ પહોંચ્યો હતો. જેથી બાળકોનો જીવ બચી ગયો હતો. શાળામાં બાળકોને રડતા જોઈને ગભરાટ ફેલાયો હતો. આચાર્ય અને શિક્ષકે જ્યારે વાન ચાલક પાસેથી માહિતી લીધી ત્યારે તેણે સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. બાળકોના પરિવારજનો પણ ઉતાવળમાં શાળાએ પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. આ પછી પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ કરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech