મીરા કપૂરે ઘમંડમાં ગરીબ બાળકોને અવગણ્યા, થઇ ટ્રોલ

  • March 14, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીરા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મીરા કપૂરની બાળકો સાથેની હરકત જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર તેના વર્તનના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. મીરા કપૂરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં મીરા કપૂરની હરકત જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે મીરા કપૂર જરૂરિયાત મંદ ગરીબ બાળકોને ઇગ્નોર કરી રહી છે. તેના આ વર્તનને લઈને લોકો તેને ઘમંડી કહેવા લાગ્યા છે. આ વિડીયો વાયરલ થતા મીરા કપૂર ટ્રોલ થઈ રહી છે જોકે હજુ સુધી મીરા કપૂરનું કોઈ રીએક્શન સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર મીરા કપૂરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પોતાની કારમાંથી નીકળી કોઈ જગ્યાએ જતી જોવા મળે છે. જ્યારે મીરા કપૂર કારમાંથી ઉતરે છે તો તેની સામે બે ગરીબ બાળકો જે રસ્તા પર વસ્તુઓ વેચતા હોય છે તે આવે છે. બંને બાળકો મીરા કપૂર આગળ હાથ લંબાવીને મદદ માટે કહેવા લાગે છે. પરંતુ મીરા કપૂર બંને સામે જોતી પણ નથી અને તેમને ઇગ્નોર કરીને આગળ નીકળી જાય છે. સાથે જ સિક્યુરિટી ગાર્ડ બાળકોને મીરા કપૂર પાસ જવાથી રોકી દે છે. આ જોઈને પણ મીરા કપૂર ગાર્ડને રોકતી પણ નથી. આ વિડીયો જોઈને લોકો મીરા કપૂરને ઘમંડી કહેવા લાગ્યા છે. લોકો વિડીયો પર કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે મીરા કપૂર જરૂરિયાતમંદ બાળકોને ઇગ્નોર કરી રહી છે. આ વિડીયો પર રિએક્શન આપતા એક વ્યક્તિએ લખ્યું છે કે, આ ખૂબ જ ખરાબ કહેવાય.. બાળકની સામે જોયું પણ નહીં.. અન્ય એક યુઝરે લખ્યું છે કેટલું ઘમંડ છે... જો કે કેટલાક લોકો મીરા કપૂરના સપોર્ટમાં પણ કોમેન્ટ કરી રહ્યા છે. આવા લોકોનું કહેવું છે કે મીરા કપૂર કોઈ જરૂરી કામ માટે નીકળી હશે અને ઉતાવળમાં હશે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application