શહેરના સદર બજાર વિસ્તારમાં રહેતા લઘુમતી સમાજના આગેવાનના પૌત્રને ત્રણ શખસોએ મારમારી પીઠનાભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધી તેને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સદર બજાર વિસ્તારમાં જુમ્મા મસ્જિદ સામે રહેતા સમીર હત્પમાયુભાઈ સંઘાર(ઉ.વ ૩૦) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિલેશ સોલંકી,જયકુમાર ઉર્ફે જયલો અને અમદાવાદના તુષાર વાઘેલાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે રાત્રિના ૧૦:૩૦ વાગ્યા આસપાસ તે રેલવે સ્ટેશન પાસે ચા પીતો હતો ત્યારે તેના લતામાં રહેતા ઇમરાન ઉર્ફે બીમ્બોના મોબાઈલ પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે મારા માણસોને છરી કેમ મારી? જેથી યુવાને કહ્યું હતું કે, મેં કોઈને છરી મારી નથી આમ કહી તેને તરત ફોન કાપી નાખ્યો હતો.
બાદમાં યુવાન ઘર પાસે ચોકમાં બેઠો હતો અને ૧૧:૦૦ વાગ્યા આસપાસ ઘરે જતો હતો ત્યારે નિલેશ જયલો અને તુષાર ત્રણેય અહીં આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા બાદમાં જયલાએ યુવાનને પકડી રાખી નિલેશે છરી કાઢી મારવા જતા યુવાને ભાગવાનો પ્રયાસ કરતા તેના પીઠનાભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ શખસો અહીંથી નાસી ગયા હતા. બાદમાં યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ત્યારબાદ આ અંગે ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસ એ ત્રણે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ એ.એસ.આઇ સી.જે.ઝાલા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંગણવાડીના બાળકોને બપોરે ત્રણના બદલે ૧૧ વાગ્યે છોડી દેવાનો સરકારનો આદેશ
April 22, 2025 11:33 AMસોનું ૧૦,૨,૫૦૦ની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટીએ, રાજકોટમાં સોનું એક જ દિવસમાં ત્રણ હજાર રૂપિયા ઊછળ્યું
April 22, 2025 11:29 AMભારતમાં વેચાતો દરેક પાંચમો મોબાઈલ ફોન જૂનો હોય છે, નવા પાર્ટસ નાખી ફરીથી નવો બનાવાય છે
April 22, 2025 11:16 AMજામનગર: ધ્રોલ PGVCL ની ઘોર બેદરકારી આવી સામે
April 22, 2025 11:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech