જૂનાગઢના સહ પ્રભારી મંત્રી તથા રાયના ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લ ાના વિવિધ વિકાસકાર્યેા અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસના કામોમાં ઢીલાશ દાખલનાર એજન્સીઓ સામે દંડાત્મક સહિતની કાર્યવાહી કરવા રાયમંત્રીએ નિર્દેશ આપ્યા હતાં.
બેઠકમાં હાથ ધરાયેલા તેમજ પ્રગતિ હેઠળના વિવિધ પ્રોજેકટો, રોડ–રસ્તા, ગટર, પ્રવાસન અને અન્ય જનસુવિધાના કાર્યેાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. નરસિંહ વિધામંદિર, પીએચસી ખામધ્રોલ, યોગ સ્ટુડિયો, જીમ, દોલતપરા ખાતે નવા ફાયર સ્ટેશન, મધુરમ હોકર્સ ઝોન, ગાંધીગ્રામ સેન્ટર હોમ સહિત શહેરના વિવિધ પ્રોજેકટોની કામગીરી અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.કૌશિકભાઈ વેકરિયાએ વિકાસકાર્યેા સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંબંધિત એજન્સીઓની કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવા અને જરૂર જણાય ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવા સ્પષ્ટ્ર સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને દરરોજનો પ્રગતિ અહેવાલ પદાધિકારીઓ અને મહાનગરપાલિકા કમિશનરના ધ્યાને મૂકવા જણાવ્યું હતુંં. વર્ષ ૨૦૨૭ પહેલાં જૂનાગઢમાં રોડ–રસ્તા અને ગટરના એકપણ કામ અધરૂં ન રહે તેની તાકીદ કરવામાં આવી હતી.બેઠક દરમ્યાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જીઆઈડીસી ડાયવર્ઝન રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બાબતે ધ્યાન દોયુ હતું. યારે અધિકારીઓ દ્રારા મહાનગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર કર્મચારીઓની ખાલી જગ્યાઓ અંગેનો મુદ્દો ચર્ચાયો હતો. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટે ગ્રંથાલયમાં જરૂરી સુવિધાઓ વધારવા, સ્ટેમ્પ ડુટી સંબંધિત કામગીરીમાં સરળતા લાવવા, શહેરના સર્કલોનું યોગ્ય જાળવણી કાર્ય સુનિશ્ચિત કરવા તેમજ ડિઝાઇન મુજબ એમઓયુની પ્રક્રિયા અમલમાં મૂકવા અંગે સૂચનો કર્યા હતાં.કલેકટર યોગેશ ચૌધરીએ વિકાસકાર્યેાનું લાંબા ગાળાનું મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. શહેરના સવાગી વિકાસને વધુ ગતિ આપવા તેમજ જનસુવિધાના કાર્યેા ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લ વીબેન ઠાકર, મહાનગરપાલિકા કમિશનર પ્રભવ જોશી (વચ્ર્યુઅલી), ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા જયેશ વાજા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા