મોટી ભલસાણ-સુમરી રોડ પર રુા.૩.૬૩ કરોડના ખર્ચે નિર્માણ પામેલ મેજર બ્રિજનું લોકાર્પણ કરતાં કૃષિ મંત્રી

  • February 07, 2024 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષો જુની માંગણી સંતોષાતા લોકોમાં આનંદ: રાઘવજી પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર રુા. ૩.૬૩ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ ૧૦ ગાળાના ૧૨ મીટર લાંબા મેજર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભલસાણ, સુમરી સહિત આજુ બાજુના વિસ્તારના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રાઘવજીભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને તેઓની વર્ષો જૂની માંગણી તથા સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ-સુમરી રોડ પર ૧૨ મીટરના ૧૦ ગાળા ધરાવતા આ મેજર બ્રીજને સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રુા.૩૬૩.૮૯ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે.આ નવા બનેલ મેજર બ્રિજનો મોટી ભલસાણ, સુમરી તથા આજુબાજુના ગામોને આવાગમન તથા ખેતી માટે પુરતા પ્રમાણમાં લાભ મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, તાલુકા પંચાયત સભ્ય કેશુભાઈ, આગેવાન સર્વ મુકુંદભાઈ સભાયા, ગિરિરાજસિંહ જાડેજા, ચંદુભાઈ કેર, દિલીપસિંહ જાડેજા, ઇ.કાર્યપલાક ઈજનેર છૈયા, સરપંચો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application