સુરેન્દ્રનગર જિલ્લ ાનાં ચોટીલા થાનગઢ પંથકમાં થોડા સમયનાં દેખાવ પી ખનીજ ચોરીનાં વિરામ ના દેખાવ બાદ ખનીજ માફિયાઓ ફરી બેફામ થયા હોવાનું બહાર આવેલ છે
થાનગઢ તાલુકાના પાવટીનાં સીમ વિસ્તારમાં માં ગેરકાયદેસર ખનીજચોરો ફરી સક્રિય થયાની હકિકત મળતા ખાણ ખનીજ વિભાગની ટીમેં ચાલુ ખનને દરોડો પાડતા ઉંડા કુવા સમા ખાડામાં કામ કરતા ૪ મજુરો ને ચાલુ ચરખીએ પકડી પાડી . ૬.૨૫ લાખનો મુદામાલ જ કરી ૫ શખ્સો વિરૃદ્ધ ગુનો દાખલ કરાવી સંતોષ માનેલ હતો
ચોમાસાના પાણી ઉલેચાવી ખાડા સમા ઉંડા કુવાને કોરો કરી સાંજ પડતાં જ રાત્રીનાં સુકાઈ ખનિજ માફિયાઓ સક્રિય બની ગેર કાયદેસર ખનીજ ખનન કરી મોંઘાભાવે વેચતા કોલસા ની કાર્બેાસેલ ની ચોરી કરી રહ્યા છે
ચોટીલા પંથકમાં પણ અનેક સ્થળે ફોરેસ્ટ વિસ્તારની નજદીકમાં દળવાનાં અને સ્ટોકના ઓઠા હેઠળ મોટુ ખનીજ ખનન થતું હોવાની બુમરેણ ઉઠી છે. થાન ચોટીલા પંથકમાં ગે. કા ખનન અને ખનીજ ચોરી પાછળ ખાખી, ખાદી અને બાબુઓ માટે ખનીજ માફિયાઓ એ ગોઠવેલી મલાઇદાર સિસ્ટમ કાર્યરત હોવાથી એકલ દોકલ ગુનાઓ પકડાય છે અને સ્થાનિક તંત્રવાહકોનાં પણ આશિર્વાદ ને કારણે સાંજ પછી આસાની પૂર્વક ઓવરલોડીંગ સાથે પરિવહન પણ બેફામ થાય છે અનેક ડમ્પરો વગર નંબરે દોડતા હોય છે તેમ છતા સબ ખેરીયત ના દાવા ગાંધી છાપ તળે કરાતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કડક ખનીજ અધિકારી ની છાપ ધરાવતા નિરવ બારોટની ટીમે થાન ના પાવટી સીમમાં છાપો મારતા ચરખી ઉપરનું ટ્રેકટર ભાગી ગયેલ પણ ખાડા સમા કુવામાં ચરખી નજરે ચડતા અવાજ આપતા અંદર મજુરો એ અવાજ દેતા અન્ય ટ્રેકટર વડે તુષાર વિનોદભાઈ ,સુનીલ હિરાભાઈ, કરણ કાનાભાઈ તેમજ જનક ધીભાઈ ને બહાર કાઢી પુછતાછ કરતા આ મજુરો પાસે થી થાનગઢના રઘુભાઈ ભરવાડ ખનીજ ચોરી કરાવતા હોવાનું કબુલાત આપેલ હતી. થાન પોલીસ દ્રારા ૧૭૦ ફટ જેટલા ઉંડા ખાડા માંથી ચરખી,મશીન,લોખંડના પાઈપ વિગેરે મુદામાલ કબજે કરી . ૬.૨૫ લાખ ની ખનીજચોરી અંગે પાચ વ્યકિત વિધ્ધ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ હતી
જે સ્થળે થી ખનીજ ખનન પકડાયુ છે તે વિસ્તાર ગૌચર છે અને મોટા પ્રમાણમાં ચોટીલા થાન પંથકમાં ગેર કાયદેસર ખનીજ ચોરી અને પરિવહન થાય છે અનેક ગામોના ગૌચર, ભોગાવા ખનીજ માફિયાઓ એ સાફ કરી નાખ્યા છે હવે પહાડો અને પથ્થરો, માટી અને કોલસાને સાફ કરી નાખશે તેવી સમગ્ર વિસ્તારમાં ચર્ચા ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech