BREAKING NEWS

વાંકાનેરના વિનયગઢમાં ચાલતી ખનિજ ચોરીનો પર્દાફાશ: રૂા.૧.૩૯ કરોડનો મુદ્દામાલ પકડાયો

  • May 11, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં ગેરકાયદેસર ખનીજ ખનન પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુકત ઓપરેશન હાથ ધરી એક મોટી સફળતા મેળવી છે. મોરબી – ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે સુરેન્દ્રનગર ના થાનગઢનો ગભભાઈ રબારી વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન કરી રહ્યો છે આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે રાખી પોલીસે દરોડો પાડતાં સ્થળ પરથી જે.સી.બી મશીન, ટ્રેકટર, અને ડમ્પર મળિ કુલ કિંમત પિયા ૧,૩૯,૦૦,૦૦૦ નો મુદામાલ ઝડપી પાડી તેમજ આરોપી ગભભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ તથા વાલાભાઇ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા.થાનગઢ વાળા વિદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application