ચોટીલા ચામુંડાધામમાં દિવાળી બાદ રજાઓનાં દિવસમાં ૧૨ લાખથી વધુ યાત્રિકોએ મુલાકાત લીધી હતી જેમા ગઈકાલે કાર્તકી પુર્ણીમાંના દિવસે ચોટીલા ચામુંડા ધામમાં દોઢ લાખ જેટલા લાખો ભાવિકો ની ભીડ ઉમટી હતી. રાત્રીનાં ર. ૩૦ કલાકે ડુંગર પગથિયાનાં દ્રાર ખોલી નાખવામાં આવેલ હતા. તેમજ રાત્રીના ૩ કલાકે માતાજીની પ્રથમ આરતી કરવામાં આવેલ હતી જેનો હજારો ભાવિકો એ લાભ લીધો હતો
મધરાત થી જ હાઈવે થી પગથિયા ડુંગર સુધી ભાવિકોનો ઘસારો શ રહેલ હતો જે બપોર સુધી અવિરત વહેતો રહ્યો હતો
ચોટીલા ચામુંડા માતાજીની કારતક પુનમ મોટી હોવાની ભકતોની માન્યતા છે. અનેક ભાવિકો માતાજીની પુનમ દર્શન ની માનતા આજ થી પ્રારભં કરે છે. સૌથી વિશેષ ઉતર ગુજરાતનાં મહેસાણા, ગાંધીનગર, પાટણ, વિરમગામ સહિત અનેક પદયાત્રી સંઘો, માતાજીનાં રથ, ગરબા અને ધજા સાથે ડીજે ના તાલે ગરબે રમતા રમતા આગલા દિવસ થી હજારોની સંખ્યામાં ચોટીલા પહોચેલ જેઓ મોડી રાત થી જ પ્રથમ આરતી માટે લોકો તળેટીમાં પહોચી ગયેલ હતા.
ડુંગર તળેટી બજારમાં રાત્રીનાં જાણે સૂરજ ઉગ્યો હોય તેવો દિવસ જેવો માહોલ જોવા મળેલ હતો અને આખી રાત્રિ તળેટી બજાર ધમધમતી રહી હતી તેમજ કરોડો પિયાનો શ્રીફળ, પ્રસાદ સહિત ચીજવસ્તુઓ અને ખાણી પીણીનો વેપાર થતા ધંધાર્થીઓનાં ચહેરા ઉપર રોનક છવાઇ હતી.
મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો થતા ધર્મશાળાઓ અને હોટલ ગેસ્ટ હાઉસમાં હાઉસફલ જોવા મળેલ હતા અનેક ઠેકાણે મ ના ચાલતા કાયમી ભાડા કરતા ત્રણ થી પાચગણા વસુલાયાનો કચવાટ પણ સાંભળવા મળેલ હતો જે અંગે પ્રસાશન દ્રારા ફિકસ કેટેગરી ભાડું નક્કી કરી બોર્ડ મુકાવાય તેવું જરી હોવાનું યાત્રિકો એ જણાવ્યું હતું
ગુજરાત અને રાય બહારનાં પુનમ ભરતા લાખો ભકતો માતાજીનાં દર્શને પહોચ્યાં હતા દિવાળી બાદ ના તહેવારોના દિવસો દરમિયાન એક અંદાજ મુજબ ૧૨ લાખ થી વધુ યાત્રિકોએ ચોટીલાની મુલાકાત અને ચામુંડા માતાજીના દર્શનનો લાભ લીધો હતો
કાયદો વ્યવસ્થા માટે પોલીસનો મોટો બંદોબસ્ત છતા યાત્રી પ્રવાહ ની અસર હાઇવે ઉપર જોવા મળેલ હતી જેમા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ ના દ્રશ્યો સામાન્ય રહ્યાં હતાં દર વર્ષે સૌથી વધુ ભાવિકોની ભીડ દિવાળી બાદ પ્રથમ એવી કાર્તકી પુનમે ચોટીલાધામે ચોટીલામાં સર્જાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech