ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ગુજરાતને જીત અપાવી હતી.
ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ડેવિડ મિલરે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 162 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 29 રનની ઇનિંગ રમી હતી. અબ્દુલ સમદે પણ 29 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સ, મયંક માર્કન્ડે અને શાહબાદ અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
ગુજરાત તરફથી ડેવિડ મિલરે 44 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 27 બોલનો સામનો કરીને તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. મિલર અણનમ રહ્યો હતો. સાઈ સુદર્શને 45 રનની ઈનિંગ રમી હતી. 36 બોલનો સામનો કરીને તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિજય શંકર 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. ગુજરાત તરફથી બોલિંગમાં મોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, રાશિદ ખાન, ઉમરઝાઈ અને નૂર અહેમદે એક-એક વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech