બદલાતી આબોહવાના કારણે ઝેરી સાપનું સ્થળાંતર, ભારતમાં ખતરો

  • May 11, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આબોહવા પરિવર્તન અને વધતી જતી માનવ હસ્તક્ષેપને કારણે પૃથ્વી પરના ઘણા જીવોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આમાં ઝેરી સાપની ઘણી પ્રજાતિઓનો સમાવેશ થાય છે. બ્રાઝિલ અને જર્મનીના વૈજ્ઞાનિકોના નવા સંશોધન મુજબ, હવામાન પરિવર્તન અને વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે, ઝેરી સાપ વધુ સારા રહેઠાણની શોધમાં અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. આ સ્થળાંતર ઘણા દેશોમાં સાપ કરડવાનું જોખમ વધારી શકે છે. આમાં ભારતનો પણ સમાવેશ થાય છે.
લેન્સેટ પ્લેનેટરી હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, વૈજ્ઞાનિકોએ સાપની પ્રજાતિઓના ભૌગોલિક વિતરણનું એક મોડેલ તૈયાર કયુ અને જાણવાનો પ્રયાસ કર્યેા કે ૨૦૭૦ સુધીમાં સાનુકૂળ વાતાવરણની શોધમાં ઝેરી સાપની પ્રજાતિઓ કયા વિસ્તારોમાં સ્થળાંતર કરી શકે છે. સંશોધનો દર્શાવે છે કે નામીબિયા, ચીન અને મ્યાનમારની આસપાસના દેશોમાંથી સ્થળાંતર કરીને ઝેરી સાપની પ્રજાતિઓ ભારત, યુગાન્ડા, કેન્યા, બાંગ્લાદેશ અને થાઈલેન્ડ પહોંચી શકે છે. આનાથી આ દેશોમાં આરોગ્ય પ્રણાલી પર દબાણ વધી શકે છે, કારણ કે ત્યાં એન્ટિવેનોમ સરળતાથી ઉપલબ્ધ થશે નહીં.સંશોધનમાં ઝેરી સાપની ૨૦૯ પ્રજાતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકો કહે છે કે ૨૦૭૦ સુધીમાં, દક્ષિણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં ઝેરી સાપની પ્રજાતિઓમાં સૌથી વધુ ઘટાડો થવાની અપેક્ષા છે. આનાથી ત્યાંની જૈવવિવિધતા પર ઐંડી અસર પડી શકે છે. જે દેશોમાં ખેતી અને પશુધન પર વધુ નિર્ભરતા છે ત્યાં ઝેરી સાપની પ્રજાતિઓ વધશે.

દર વર્ષે સાપ કરડવાથી ૧.૩૮ લાખ મૃત્યુ
વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડેટા અનુસાર, વિશ્વભરમાં દર વર્ષે સાપ કરડવાના લગભગ ૫૪ લાખ કેસ નોંધાય છે. તેમાંથી ૨૭ લાખ કેસોને તબીબી સારવારની જર છે. ૧.૩૮ લાખ લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મૃત્યુ પામે છે. આ સિવાય ચાર લાખ લોકો શરીર વિચ્છેદન અને કાયમી અપંગતાનો શિકાર બને છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application