પરપ્રાંતિય મજૂરોને ટૂંક સમયમાં આપવામાં આવશે યુનિક આઈડી

  • December 01, 2023 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્થળાંતરિત કામદારોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે સરકાર દેશભરમાં મકાન અને બાંધકામ કામદારો માટે યુનિક આઈડી કાર્ડ જારી કરશે. જે તમામ કામદારો માટે ફરજિયાત રહેશે. તેને મજુરોના આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે અને ઈ–શ્રમ ડેટાબેઝ સાથે લિંક કરવામાં આવશે. આ અંગેની જાહેરાત આવતા અઠવાડિયે થઈ શકે છે.


ઓલ ઈન્ડિયા એમ્પ્લોયર્સ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ડસ્ટ્રી બોડી એફઆઈસીસીઆઈ દ્રારા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી દિલ્હીમાં આયોજિત ધ માઈગ્રેશન કોન્કલેવમાં શ્રમ સચિવ આરતી આહત્પજાએ કહ્યું કે કાર્ડથી કામદારોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળશે એટલું જ નહીં પરંતુ કોન્ટ્રાકટરો પર લગામ કસવી શકય બનશે. સરકાર ગરીબો, મજૂરો અને ખેડૂતોના લાભ માટે યોજનાઓ લાવે છે, પરંતુ ઘણી વખત તેનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. તેમના માટે આ કાર્ડ હથિયાર તરીકે કામ કરશે. બાંધકામ સાથે જોડાયેલા કાર્યેામાં પરપ્રાંતિય મજૂરોને તેનો વિશેષ ફાયદો મળશે.

યોજનાઓ કામદારોના હિત માટે બનાવેલ હોય છે પરંતુ કોન્ટ્રાકટરો કાયદાનું પાલન કરતા નથી. તેથી ફરજીયાત કાર્ડ બનવાથી સરકારના કોન્ટ્રાકટરોએ નિયમોનું પાલન કરવું પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application