ખંભાળિયા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલક-કમ-કુકની ભરતી કરાશે

  • November 11, 2024 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચાલી રહેલ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક - કમ- કુકની ભરતી કરવાની છે. અરજી કરવા માટે ઉમેદવારે નિયત નમુનામાં અરજી ફોર્મ અહીંની મામલતદાર કચેરી (એસ.ટી. બસ સ્ટેન્ડ સામે)થી રૂબરૂ મેળવવાના રહેશે.


અરજી કરવા માટેના ફોર્મ તા. 16 નવેમ્બર સુધીમાં કચેરી સમય દરમિયાન કામકાજના દિવસોમાં મધ્યાહન ભોજન શાખામાંથી મેળવી લેવાના રહેશે. ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. 16 નવેમ્બરના સાંજે 4 વાગ્યા સુધીમાં રૂબરૂ સ્વીકારવામાં આવશે. ત્યાર બાદ કરવામાં આવેલી અરજી સ્વીકાર્ય રહેશે નહીં.


ખંભાળિયા તાલુકાની ભાડથર વાડી શાળા- 3, આંબરડી પ્રાથમિક શાળા, બેલાવાડી પ્રાથમિક શાળા- શક્તિનગર, જંગલધાર પ્રાથમિક શાળા - કુવાડીયા, સુરજમોરી પ્રાથમિક શાળા - વિરમદળ, કોલવા વાડી શાળા- 2, જુની ફોટ વાડી પ્રાથમિક શાળા- 1, બજાણા વાડી શાળા- 2, સામોર વાડી શાળા- 3, લાલપરડા વાડી શાળા- 2, દાત્રાણા વાડી શાળા- 3, ઝાંકસીયા જમેરીયા વાડી શાળા- 2, વચલા બારા વાડી શાળા, સીમાણી કાલાવડ વાડી શાળા, સંધસર પ્રાથમિક શાળા- ખજુરીયા, ઢાંઢા વાડી શાળા- આથમણા બારા, બજાણા વાડી શાળા- 1, લાલપરડા વાડી શાળા- 3, મોતીસર વાડી શાળા - મોવાણ, બજાણા વાડી શાળા- 3 માં સંચાલક - કમ- કુકની ભરતી કરવાની છે.   


આ ભરતી માટે પરિપત્ર મુજબના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે. ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચુંટાયેલા હોદો ધરાવતા હોય કે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન હોય તેવી વ્યક્તિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યક્તિ, શાકભાજી, મરી - મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય તે વ્યક્તિ કે કોઈપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યક્તિ અરજી કરી શકશે નહી.

રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના જાહેર સાહસ હેઠળ ફરજિયાત રીતે નિવૃત્ત થયેલી, રૂખસદ પામેલી કે, બરતરફ કરાયેલ વ્યક્તિ અરજી કરી શકશે નહી. કોઈ પણ અન્ય જગ્યાએ માનદ વેતન મેળવતી કે નોકરી કરતી વ્યક્તિ નિમણૂંકને પાત્ર ગણવામાં આવશે નહી. વકીલાત જેવો વ્યવસાય કરતા ના હોવા જોઈએ. ઉમેદવારે ઇન્ટરવ્યૂમાં સ્વખર્ચે હાજર થવાનું રહેશે. અરજી ફોર્મ સાથે સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, રહેઠાણનો પુરાવો, રેશનકાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, જે તે ગામના રહેવાસી છે તેનો તલાટી મંત્રીનો અભિપ્રાય અરજી સાથે પ્રમાણિત નકલમાં જોડવાના રહેશે તેમ મામલતદારની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News