મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક માસ દરમિયાન કુલ ૧૧ ગુમ થયેલા વ્યક્તિઓને શોધી તેના પરીવાર સાથે મીલન કરાવવામાં આવ્યું હતું.
રાજકોટ રેન્જના આઇ.જી. અશોકકુમાર યાદવ તથા રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ગોંડલ ડીવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપુર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તમામ મદદ કરી પોલીસ પ્રજાનો મીત્ર છે એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સુચના કરવામાં આવી છે.
જે અંતર્ગત મેટોડા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનારને શોધી કાઢવા મેટોડા પીઆઇ એસ.એચ.શર્માની રાહબરી હેઠળ પીએસઆઇ એન.બી.ઝાલા તથા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી છેલ્લા એક માસમાં મેટોડા જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ૧૧ વ્યક્તિઓને શોધી તેના પરીવારજનો સાથે મિલન કરાવ્યું હતું.
ગુમ થનાર વ્યકિત જેને પોલીસે શોધી કાઢયા છે તેમાં ધર્મીષ્ઠાબેન હિતેશભાઇ જેઠાવા (રહે. મેટોડા GIDC અંજલીપાર્ક),પાવંતી મુકેશભાઇ આદીવાસી (રહે. લક્ષ્મી ઇટાળા), અજય ઉર્ફે ગોલુ વિજયભાઇ જયસ્વાલ (રહે.મેટોડા અંધેરી મચ્છોનગર), સંગીતા મદનલાલ રાજભર (રહે.મેટોડા), નિતા સંજયભાઇ રાઠોડ (રહે.મેટોડા GIDC નિવાસ સોસાયટી), નિધી સંજયભાઇ રાઠોડ ( રહે.મેટોડા GIDC નિવાસ સોસાયટી), સુપર્ણા કચરુદાસ પોપળે (રહે. મણીદ્વીપ મંદીર પાછળ મેટોડા GIDC), રાધાબેન કદમભાઇ કલેશ (રહે.ધુળીયા દોમડા), સરીતા રામમીલન નીસાદ (રહે. દેવગામ તા. લોધીકા), નેહાબેન હમીરભાઇ બામણીયા (રહે.મેટોડા આસ્થા સોસાયટી) અને રેખાબેન દિનેશભાઇ રાઠોડ (રહે. આશીર્વાદ સોસાયટી બાલસર રોડ) નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં હેડ કોન્સ. યોગીરાજસિંહ, જસમતભાઇ, હરેશભાઇ , યુવરાજસિંહ અને કોન્સ. રવુભાઇનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech