BREAKING NEWS

દિલ્હીમાં પારો 40 ડિગ્રીને પાર, આગામી અઠવાડિયે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા; જાણો કયા રાજ્યોમાં 'હીટવેવ'નું એલર્ટ

  • April 15, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર 15 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દિલ્હીના રિજ એરિયામાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતા 4.4 ડિગ્રી વધુ છે. મહારાષ્ટ્રના અકોલામાં તો સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.


દિલ્હી-NCR માં ચામડી દઝાડતી ગરમી
દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ જેવા શહેરોમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. તેમજ આગામી 15-16 એપ્રિલના રોજ પારો 38 થી 40 ડિગ્રી વચ્ચે રહેશે, પરંતુ 17 થી 21 એપ્રિલ દરમિયાન તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બપોરના સમયે ગરમ પવન એટલે કે 'લૂ' (Heatwave) ફૂંકાવાની શક્યતા છે. 16-17 એપ્રિલે હળવા વાદળોને કારણે હવામાં ભેજ વધશે, જેથી અકળામણ અને બફારો પણ વધશે.


રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભયંકર ગરમી

જયપુર, ભોપાલ અને ઈન્દોર જેવા શહેરોમાં પણ પારો ઝડપથી ઉછળી રહ્યો છે. જયપુરમાં આગામી 3-4 દિવસમાં તાપમાન 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 16 એપ્રિલ માટે લૂનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભોપાલ અને ઈન્દોરમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે.


કયા વિસ્તારોમાં હીટવેવ એલર્ટ?
હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ભારતના અનેક ભાગો માટે ચેતવણી જાહેર કરી છે. તેલંગાણા, વિદર્ભ અને છત્તીસગઢ રાજ્યમાં તીવ્ર હીટવેવની આગાહી કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, રાયલસીમા અને દરિયાકાંઠાના મહારાષ્ટ્રમાં 15-16 એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આગામી થોડા દિવસોમાં તાપમાન 4 થી 6 ડિગ્રી સુધી વધી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News