આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ હોવાથી રાજકોટમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઈક રેલી જ્યારે ધરમ ટોકિઝ પાસે પહોંચી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારને મહિલા PSIએ રોકતા અંદર રહેલા શખસો બહાર નિકળી મહિલા PSI સામે રોફ જમાવ્યો હતો. આ શખસોએ મહિલા PSIને ઘેરી લીધા હતા. આથી મુશ્કેલીમાં મુકાયેલા અધિકારીને બચાવવા માટે બંદોબસ્તમાં રહેલા પોલીસકર્મીઓ પહોંચી ગયા હતા. જોત જોતામાં લોકોનું ટોળું એકત્ર થવા લાગતા પોલીસકર્મીઓએ મહિલા PSIને ત્યાંથી માંડ માંડ બચાવ્યાની ચર્ચા છે.
સ્કોર્પિયો જવા દેતા મામલો થાળે પડ્યો
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધરમ ટોકિઝ પાસે કાળા કલરની સ્કોર્પિયો આવી હતી. જેને મહિલા PSIએ રોકી ફોટો પાડતા અંદર રહેલા શખસો બહાર આવી દાદાગીરી કરવા લાગ્યા હતા. મહિલા PSIને ઘેરી લેતા મામલો બિચકાયો હતો. આથી સાથી પોલીસકર્મીઓએ મહિલા PSIને ઘટનાસ્થળેથી સલામત સ્થળે લઈ ગયા હતા. બાદમાં મામલો થાળે પાડી આ શખસોને સ્કોર્પિયો સાથે જવા દીધા હતા. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ શખસોને પાઠ ભણાવવાને બદલે પોલીસ ઢીલી કેમ પડી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
રેસકોર્સ રિંગ રોડ પર પોલીસ સાથે ઘર્ષણ થયું
રેસકોર્ષ રિંગ રોડ પર બાઈક રેલીમાં જોડાયેલા લોકોએ હોબાળો કર્યો હતો. પોલીસ કમિશ્નર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં બબાલ થઈ હતી. ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે બાઇકમાં ધોકો અડાડતા ટોળું વિફર્યું હતું અને પોલીસને મારવા દોડ્યું હતું અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. પોલીસ સાથે ઝપાઝપી થતા મામલો ઉગ્ર બની ગયો હતો. જિલ્લા પંચાયત ચોકમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલીને અટકાવતા બબાલ થઈ હતી. ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલે બાઇકમાં ધોકો મારતા વિવાદ થયો હતો. રેલી દરમિયાન રસ્તો બાનમાં લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech