દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજરોજ કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સમિતિના સભ્ય સી.એલ.મીણાએ કહ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ કરવામાં આવે તે પૂર્વે નાગરિકોના વિચારો જાણવા ખૂબ જ આવશ્યક છે. નાગરિકોના વિવિધ તર્કસંગત અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજુ કરશે.
સમિતિના સિનિયર એડવાઈઝર શત્રુઘ્નસિંહ કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતાએ વર્તમાન સમયની સાથે કઈ રીતે તાલમેલ કેળવી શકાય એ દિશા તરફ જવાનો એક પ્રયત્ન છે. નાગરિકો પોતાના મંતવ્ય અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા સમિતિના સભ્યોએ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહીત દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર UCC સમિતિ સમક્ષ પોતાના તર્કસંગત વિચારો પ્રસ્તુત કર્યા હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા - સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMસીએમએ કોર્પોરેટરોને કહ્યું આધ્યાત્મિક પ્રશ્નો હોય તો પણ પૂછજો, હું તેનો જવાબ આપીશ
June 07, 2025 02:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech