ભાણવડ તાલુકામાં પાંચ ઈંચ ખાબક્યો: ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો
દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેરના બદલે મેઘ કહેર વરસી રહી છે. ત્યારે ગઈકાલે મંગળવારે વધુ સાત ઈંચ વરસાદ વરસી જતા દ્વારકામાં ઐતિહાસિક કહી શકાય તેટલો 54 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.
દ્વારકા તાલુકામાં મંગળવારે સાંજ સુધીના સમયગાળા દરમિયાન ભારે ઝાપટા અવિરત રીતે વરસ્યા હતા. જેના કારણે કુલ સાત ઈંચ (174 મી.મી.) પાણી પડી ગયું હતું. જેના પગલે ઠેર ઠેર ઝડપી પરિસ્થિતિ જોવા મળી હતી.
ભાણવડ તાલુકામાં પણ સચરાચર પાંચ ઈંચ જેટલો (119 મી.મી.) વરસાદ ખાબકતા ઠેર ઠેર નદી જેવા પાણી વહ્યા હતા. ખંભાળિયા પંથકમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન તેમાં જાહેર વહેલી સવારે અવીરત રીતે ભારે ઝાપટાનો દૌર જારી રહેતા બે ઈંચ (48 મી.મી.) પાણી પડી ગયું છે. આ જ રીતે કલ્યાણપુર તાલુકામાં પણ મંગળવારનો વરસાદ બે ઈંચ નોંધાયો છે.
જિલ્લામાં મોસમનો કુલ વરસાદ સૌથી વધુ દ્વારકામાં 54 ઈંચ, કલ્યાણપુરમાં 50 ઈંચ, ખંભાળિયામાં 43 ઈંચ અને ભાણવડ પંથકમાં 28 ઈંચ સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 44 ઈંચ નોંધાઈ ચૂક્યો છે.
ખંભાળિયા અને ભાણવડ પંથકમાં અવીરત રીતે વરસાદ વરસતા શહેરને પાણી પૂરું પાડતો ઘી ડેમ ગઈકાલે બપોરે છલકાઈ ગયો હતો. જેથી આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationSpaDeX ડોકીંગ મિશન: બંને ઉપગ્રહો એકબીજાથી માત્ર 15 મીટર દૂર, ISRO ઇતિહાસ રચવા ઉત્સુક
January 12, 2025 07:20 AMકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech