જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી મેઘરાજાએ રજા રાખી

  • September 03, 2024 04:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં આજે  મંગળવારે  ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધી જિલ્લામાં મેઘરાજાએ રજા રાખી હતી.ભાવનગર શહેરમાં સવારે થોડો સમય છાંટા પડયા હતા.મહત્તમ તાપમાન ઘટીને ૩૨.૬ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૮૦૭ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી  આજે વધીને બપોરે ૨૭.૨ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે મંગળવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૮૦૭ ક્યુસેક  પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી બે ઈંચ વધીને આજે બપોરે ૨૭.૨  ફૂટ રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૩૨.૬ ડિગ્રી રહયું 
(અનુસંઘાન પાના નં. ૬ ઉપર)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application