ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ વરસાદ માટે સક્રિય થઇ છે.આથી સોમવારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી .મંગળવારે મેઘમહેર થતાં જેસર અને તળાજામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો.સિહોર અને મહુવામાં એક,ભાવનગર અને ઘોઘામાં અર્ધો ઇંચ,ગારિયાધાર,પાલીતાણા અને ઉમરાળામાં પા ઈંચ વરસાદ પડયો હતો વલભીપુરમાં ઝાપટુ પડયુ હતો.
ભાવનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત સુધીમાં આ ચોમાસમાં કુલ સરેરાશ વરસાદ ૫૫૫ મી.મી. થયો છે. જે સિઝનના કુલ વાર્ષિક વરસાદ ૬૨૪ મી.મી.ના ૮૮ ટકા જેટલો થાય છે. આમ, હજી ભાવનગર જિલ્લામાં ૧૦૦ ટકા વરસાદ થવામાં હજી પોણા ત્રણ ઇંચ વરસાદની ઘટ છે. રાજયના હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ તા.૪થી ૬ સપ્ટેમ્બર, બુધવારથી શુક્રવાર સુધી યલો એલર્ટ જાહેર કરી જિલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.
ભાવનગર શહેરમાં મંગળવારે બપોરના સમયે પહેલા માધ્યમ અને બાદમાં ધોધમાર વરસાદ અર્ધો કલાક પડ્યો હતો.આથી શહેરમાં ૧૫ મિમી. ઍટલે કે અર્ધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. સિહોરમાં પણ એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. સિહોરમાં ૨૩ મી.મી. વરસાદ વરસી જતા આ સિઝનમાં કુલ વરસાદ ૬૩૨ મી.મી. વરસાદ થઈ ગયો છે. જ્યારે ઘોધામાં ૧૩ મી.મી. એટલે કે અર્ધો ઈંચ વરસાદ પડયો હતો.મહુવામાં મેઘસવારી આવી પહોંચી હતી અને જોતજોતામાં ૨૫ મિમી એટલે કે એક ઈંચ પાણી પડયું હતું .
તળાજામાં બે ત્રણ દિવસના વરસાદના વિરામ બાદ આજ સવારથી જ શરૂ થયેલ વાદળ છાયા વાતાવરણ સાથે દિવસભર ભારે ઉકળાટ પછી સાંજે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને દોઢ ઇંચ વરસાદ પડી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. જેસરમાં સાંજના સુમારે મેઘસવારી આવી પહોંચી અને દોઢ ઈંચથી વધુ પાણી પીરસી દીધું હતું. મંગળવારે બપોર બાદ થી મોડી રાત સુધીમાં જેસર માં ૪૦, તળાજામાં ૩૪,મહુવામાં ૨૫,સિહોરમાં ૨૩ ભાવનગરમાં ૧૫,ઘોઘામાં ૧૩,ઉમરાળામાં ૯, ગારિયાધારમાં ૭,વલભીપુરમાં ૨, પાલિતાણામાં ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech