દેશભરમાં છવાઈ ગયેલી અભિનેત્રીએ ટૉપ એક્ટ્રસને છોડી દીધી પાછળ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણાં ચહેરા છે, જે એક ફિલ્મ દ્વારા જ એટલા લોકપ્રિય થઈ ગયાં કે જેણે પોતે સપનામાં પણ નહીં વિચાર્યુ હોય. તેમાં એવા ઘણાં નામ છે પરંતુ આ આર્ટિકલમાં આપણે એક ન્યૂકમર એક્ટ્રેસ વિશે વાત કરી રહ્યા છે. જેની 3 માસ પહેલા એક ફિલ્મ આવી અને તે એક એવું કમાલ કરી ગઈ કે હવે તેની સ્ટારકાસ્ટના અભિનયનો દરેક ચાહક થઈ ગયો છે. આજે અમે તમને એ ફિલ્મની હિરોઈન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પોતાની પહેલી ફિલ્મથી ધમાલ કરી દીધી અને શાહરુખ, દીપિકા, પ્રભાસ જેવા મોટા સ્ટાર્સને પણ પછાડી દીધા છે.
હાલમાં જ,ભારતની સૌથી લોકપ્રિય ભારતીય સેલેબ્સની યાદી 16 જાન્યુઆરીએ અને સપ્તાહના અંતે બહાર પાડવામાં આવી હતી. તેમના મતે, મેધા શંકર તેની ફિલ્મ 12th ફેલ તરફના નવી ફોલોઇંગ અને ક્રેઝના કારણે પહેલા સ્થાન પર છે, જે સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને પોતાની ડિજીટલ રિલીઝ બાદ પ્રશંસા મેળવી રહી છે.
સિનેમાઘરોની બાદ લોકોને ડિઝની+હૉટસ્ટાર પર 12th ફેલ ફિલ્મને પણ ઘણો પ્રેમ આપ્યો અને દર્શકો તેના પોતપોતાના સોશિયલ એકાઉન્ટ પર શાનદાર ફીડબેકની સાથે લાંબી-લાંબી પોસ્ટ પણ લખી રહ્યા છે. ફિલ્મના મુખ્ય કલાકાર અને મેઘાને કો-સ્ટાર વિક્રાંત મૈસી નંબર 2 સ્થાન પર છે. શાહરુખ ખાન, સલમાન ખાન, પ્રભાસ, હ્રિતિક અને દીપિકા પાદુકોણ જેવા સુપરસ્ટાર્સ પણ પાછળ રહી ગયાં છે.
ફિલ્મ રીલિઝ પહેલા મેધા શંકરનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે પરંતુ હવે લોકો તેને જાણવામાં રસ લઈ રહ્યા છે. એક અભિનેત્રી તરીકે, મેધાની પ્રોફાઇલ પહેલેથી સ્થાપિત કલાકારો કરતાં વધુ સર્ચ કરવામાં આવી હતી. ખાસ કરીને જ્યારે તેની ફિલ્મ આખા ભારતમાં ધૂમ મચાવી રહી છે.
ગયા વર્ષના અંતમાં, અન્ય એક નવી બોલિવૂડ સેન્સેશન તૃપ્તિ ડિમરીને પણ આ પ્રકારે શોધવામાં આવી હતી, જેણે રણબીર કપૂરની સાથે એનિમલમાં કામ કર્યુ હતું. હવે 12th ફેલની હીરોઈન વિશે લોકો ખૂબ જ તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ તેના ફોલોઅર્સ પહેલાં કરતાં ઘણાં વધી ગયાં છે.નોઇડામાં જન્મેલી અને ઉછરેલી, મેઘા માત્ર અભિનેત્રી જ નથી પરંતુ પ્રશિક્ષિત શાસ્ત્રીય ગાયિકા પણ છે. તેણી પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી, દિલ્હીમાંથી ફેશન મેનેજમેન્ટમાંથી ગ્રેજ્યુએટ છે, પરંતુ તેણીએ અભિનયને પોતાના કરિયર તરીકે પસંદ કર્યું.
મેધાએ 2021 માં રિલીઝ થયેલી શાદીસ્થાન સાથે બોલિવૂડમાં પ્રવેશતા પહેલા 2019 માં બ્રિટિશ ટીવી શ્રેણી બીચમ હાઉસમાં અભિનયની શરૂઆત કરી હતી. બીજા વર્ષે તે બીજી ઇન્ડી ફિલ્મ મેક્સ, મિન ઔર મેવઝાકીમાં જોવા મળી. આ સાથે મેધાએ ડિઝની પ્લસ હૉટસ્ટારની ફિલ્મ દિલ બેકરારમાં પણ સપોર્ટિંગ ભૂમિકા ભજવી હતી. પરંતુ 12th ફેલથી તેને સફળતા મળી.
વિધુ વિનોદ ચોપડાની ફિલ્મમાં મેધા શંકરે લીડ રોલ નિભાવ્યો જે મનોજ કુમાર શર્માની વાસ્તવિક સફળતાની કહાણી પર આધારિત હતી. ફિલ્મમાં મેધાએ શ્રદ્ધા જોશ, મનોજની સાથી આઈએએસ ઉમેદવાર, અંતતઃ જીવનસાથી અને ખુદ એક અધિકારીની ભૂમિકા નિભાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી વાત
January 27, 2025 11:43 PMરાજકોટમાં કાલે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી૨૦નો જંગ: ટીમ ઇન્ડિયાની નેટ પ્રેક્ટિસ, સુરક્ષા વ્યવસ્થા સઘન
January 27, 2025 11:42 PMકૈલાશ માનસરોવર યાત્રા ફરી થશે શરૂ, બંને દેશોના વિદેશ સચિવોની બેઠકમાં નિર્ણય લેવાયો
January 27, 2025 11:40 PMકોલ્ડપ્લે બેન્ડના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિન પહોંચ્યા મહાકુંભ
January 27, 2025 11:38 PMઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech