વૈશાખ બેસતાની સાથે જ રાયમાં ગરમી નો પ્રકોપ વધ્યો છે જેના પરિણામે ગુજરાતમાં વીજ માંગે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે વપરાશકારો ૨૬,૬૦૦ મેગા વોટ વીજ વપરાશ પહોંચતા અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે હજુ પણ આ વીજ માંગ માં વધારો થાય તેવી શકયતા જોવાઇ રહી છે જે રીતે ગરમીનો વધારો થઈ રહ્યો છે તે રીતે વીજ પુરવઠાની માંગ વધી રહી છે રાય સરકાર દ્રારા ૨૬, ૬૦૦ મેગા વોટ વીજ માંગનો રેકોર્ડ બન્યો છે.
ગુજરાતમાં ગરમીના પ્રકોપને પગલે વીજળીની માગમાં જબરજસ્ત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પીકઅવર્સમાં વીજળીની માગ ૨૬,૬૦૦ મેગાવોટ રહી છે. જે આંકડો વિક્રમજનક છે અને રાયના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી વધુ વીજ માગ છે.
જીયુવીએનએલના ઉચ્ચ સૂત્રો કહે છે કે રાજયમાં વીજળીની આટલી બધી જરિયાત ભૂતકાળમાં કયારેય ઊભી થઈ નથી. મંગળવારે પરશુરામ જયંતીની રજા હોઈ ભાગમાં થોડો ઘટાડો થયો હતો અને પીકઅવર્સ દરમિયાન ૨૬,૬૦૦ મેગાવોટ જેટલી માગ રહી હતી. સૂત્રો કહે છે કે તાપમાનનું વલણ જોતાં વીજળીની માગ નવા સીમાચિ઼ો સર કરે તો તે નવાઈ. જોકે નોંધનીય એ છે કે, આટલી ઉચી માગ છતાં પાવર એકસચેન્જ ઉપરનું અવલંબન લગભગ નહિવત છે. મંગળવારે એક પણ મેગાવોટ વીજળી પાવર એકસચેન્જમાંથી ખરીદવી પડી ન હતી.
સેન્ટ્રલ સેકટરમાં એનટીપીસી તથા અન્ય એકમો દ્રારા રાયને અત્યારે વધુ વીજળી મળી રહી છે, જેના કારણે મોટો ટેકો સાંપડી રહ્યો છે. મંગળવારે આ સેકટરમાંથી ૮ હજાર મેગાવોટ જેટલી વીજળી પ્રા થઈ હતી, યારે રાયના સોલાર એકમો દ્રારા ૫૮૦૦ મેગાવોટ તથા પવન ઊર્જા એકમો મારફત ૩૮૦૦ મેગાવોટ વીજળી પ્રા થઈ હતી, ગુજરાત સરકારની કંપની જીસેક હેઠળના વીજમથકો દ્રારા ૩૬૦૦ મેગાવોટ જેટલી વીજળી મેળવાઈ હતી, તો ખાનગી સ્વતત્રં પાવર
કંપનીઓ અદાણી અને તાતાની કોસ્ટલ ગુજરાત પાવર કંપની મારફત ૧૫૦૦–૧૫૦૦ મેગાવોટ વીજળી અને એસ્સાર દ્રારા ૮૦૦ મેગાવોટ વીજળી મેળવાઈ હતી.
અત્યારે રાયમાં મોટા ખેડૂતો દ્રારા સિંચાઈ મારફત ખેતીકામ શ થઈ ચૂકયું છે, જેમાં ૯૭૦૦ મેગાવોટ જેટલી વીજળીનો વપરાશ થઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઉલ્લ ેખનીય છે કે, ૩૧મી માર્ચે રાયમાં ૨૧૪૦૦ મેગાવોટની મહત્તમ વીજ માગ રહી હતી. જે ૧૦મી એપ્રિલે પીકઅવર્સમાં ૨૫૩૦૦ મેગાવોટે પહોંચી હતી. સ્થાનિક વીજ જનરેશન તથા સેન્ટ્રલ સેકટરમાંથી મોટાપાયે મળતી વીજળીના કારણે પાવર એકસચેન્જમાંથી ઐંચા દરે ખરીદીમાં થોડી રાહત થઈ હતી.
આમ જેમ જેમ ગરમીનો પારો ઐંચો જઈ રહ્યો છે તેમ તેમ વીજળીની માંગમાં પણ જબરજસ્ત વધારો થઈ રહ્યો છે રાય સરકાર દ્રારા આગામી દિવસોમાં વીજ પુરવઠો ની જરિયાતને પહોંચી વળવા ખાનગી વિધુત ઉત્પાદકો પાસેથી પણ વીજળી ખરીદ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ
April 30, 2025 04:50 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુ ૨૦૨૫ની પૂર્વતૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
April 30, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech