દિવાળીના તહેવાર પૂર્વે વડોદરા શહેરના ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારે ૧૫૦ થી વધુ આવકવેરા વિભાગના અધિકારીઓની અલગ અલગ ટીમો ત્રાટકી હતી. આવકવેરા વિભાગે ૨૦થી વધુ જગ્યાએ સામૂહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે જેથી બિલ્ડર ગ્રુપમાં સોંપો પડી ગયો છે. બરોડામાં બિલ્ડર નિલેશભાઈ શેઠ અને સોનકભાઈ શાહ સહિતના ભાગીદારોના એક ડઝનથી પણ વધુ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડા છે. આ ઓપરેશનમાં રાજયના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જોડાયાં છે.
વડોદરા શહેરના જાણીતા એવા ચાર બિલ્ડર ગ્રુપને ત્યાં આજે વહેલી સવારથી જ આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો ત્રાટકી અને સામૂહિક દરોડાની કામગીરી શ કરી હતી. વડોદરા શહેરના હરણી મોટનાથ મંદિર પાસે શ કરવામાં આવેલી રત્નમ ગ્રુપની સ્કીમના સંચાલક નિલેશ શેઠ તેના ભાઈ પ્રકાશ શેઠ સહિત તેમના પાર્ટનરોના નિવાસ્થાન તેમજ ઓફિસો ખાતે આજે સવારથી આવકવેરા દરોડાની કામગીરી ચાલી રહી છે. રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક તેમજ અન્ય ફાયનાન્સરને ત્યાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે. તદુપરાંત વડોદરા શહેરના હાઇવે બાયપાસની આજુબાજુમાં સ્કીમો કરનાર બે બિલ્ડર ગ્રુપને ત્યાં પણ હાલમાં આવકવેરાની કામગીરી ચાલુ હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
દરોડા દરમિયાન આવક વિભાગની ટીમોએ બેનામી નાણાકીય વ્યવહારોની માહિતી તેમજ બિલ્ડર ગ્રુપ દ્રારા જમીનોની લે વેચ અને તેમાં થયેલા બેનામી વ્યવહારોની માહિતી મેળવી છે. સાથે સાથે મહત્વના દસ્તાવેજો જ કર્યા છે એટલું જ નહીં કોમ્પ્યુટરો તેમજ અન્ય સાધન સામગ્રી પણ જ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આવકવેરા વિભાગે વહેલી સવારથી શ કરેલી કામગીરીમાં ૧૫૦થી વધુ અમદાવાદ સુરત અને વડોદરાના આવકવેરાના અધિકારીઓની અલગ અલગ ટીમો કામગીરી કરી રહી છે. દરોડા દરમિયાન આવકવેરા વિભાગે ચાર બિલ્ડર ગ્રુપના ભાગીદારો તેમજ તેમની સાથે સંકળાયેલા ફાઈનાન્સરોની ઓફિસે તેમજ તેમના નિવાસ્થાને મળી ૨૦થી વધુ જગ્યાઓ પર સામૂહિક દરોડાની કામગીરી ચાલી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech