જામજોધપુરના ધારાસભ્યના જન્મદિને મેગા રક્તદાન કેમ્પ

  • October 19, 2024 11:28 AM 

આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઇટાલીયાની હાજરી: મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓએ કર્યું રક્તદાન


જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના સક્રિય ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાના જન્મદિવસ નિમિત્તે આઠમા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જામજોધપુર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ સોની મહાજન વાડીના આંગણે આયોજિત આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. મહામૂલી માનવ જિંદગી બચાવવામાં નિમિત્ત બનવા માટે યુવાનોએ રક્તદાન કર્યું હતું. પરિણામે 188 બોટલ જેટલું જંગી રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. માતિ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રસંગ ઉજવાયો હતો.


સમાજ સેવાના કાર્ય થકી જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગોપનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી મંગલગીરી બાપુ ગુરુ શ્રી કસ્તુરગીરી બાપુ અને ઓરડીધામ સતાપરના ભુવાઆતા શ્રી અમરાઆતા પરબતઆતા ઉલવા તથા સડોદર ખાતે ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સુંદરનાથ બાપુ ગુરુશ્રી ધનસુખનાથ બાપુના આશીવર્દિથી આયોજિત કાર્યક્રમમાં સુંદરનાથ બાપુ, ભુવા આતા શ્રી માંડાઆતા તથા રાધા રમણ સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં યુવા નેતા ગોપાલભાઈ ઇટાલીયા, ચિરાગભાઈ કાલરીયા, જીવણભાઈ કુંભારવાડીયા, માલદેભાઈ કરમુર, સરફરાઝ ખ્યાર, પ્રકાશભાઈ દોંગા, અતુલભાઇ રાઠોડ, ભરતભાઈ ગોધમ, હેમંતભાઈ કરંગીયા, જીવરામભાઇ રાજગોર, અશ્વિનભાઈ પટેલ, મુકેશભાઈ સરધારા, ડો. જયભાઈ અભંગી, ક્રિપાલસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દેવાભાઈ પરમાર, કિશોરસિંહ જાડેજા, શિવરાજસિંહ જાડેજા, સી.એમ.વાછાણી, નગાભાઈ પોપણીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દેવાનંદભાઈ વસરા, સામતભાઈ કાંબરીયા, રમણીકભાઈ અભંગી, મહેશભાઈ નંદાણીયા અને ગોવિંદભાઈ ચાવડા, દેવરાજભાઈ રબારી, અમિતભાઈ ગોધમ, રાજશીભાઇ બેરા, બશિરભાઈ પટ્ટા, વિજય સાપરીયા, હાજી ભાઈ સામતભાઈ કરમુર સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News