સુરતના જાણીતા મેન્ટર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, નગરના અનેક ફોટોગ્રાફર્સ જોડાયા વર્કશોપમાં
જામનગર તા.8 રવિવાર જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા નગરના ફોટોગ્રાફરો માટે ભવ્ય મેગા વર્ક સોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતના જાણીતા મેન્ટર દ્વારા નોમીની ફોટોગ્રાફરને જુદા જુદા ટોપિક પર જરૂરી અને આધુનિક ટેકનીક સાથેનું અનોખું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત સુટ દરમિયાન ફોટોગ્રાફર્સને ઉદ્ભવતા પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું હતું. આ વર્ક સોપમાં જામનગર સહિત જિલ્લાના સોથી વધુ ફોટોગ્રાફર્સ જોડાયા હતા.
જામનગર ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા ફોટોગ્રાફર્સને મદદરૂપ થાય એવા વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરે છે. આ વર્ષે પ્રમુખ ધર્મેશભાઈ રાવલની આગેવાની નીચે અનોખા મેગા વર્ક સોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની ભાગોળે રણજીત સાગર ડેમ સાઈટની બાજુમાં આવેલ જેવીઆર ફાર્મ હાઉસમાં ગત રવિવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું, વર્ક સોપ પૂર્વે એસોસિએશન દ્વારા સંસ્થાના સભ્ય અને અન્ય ફોટોગ્રાફર્સને આ વર્ક સોપમાં જોડાવવા આમંત્રણ આપ્યું હતું. સેમીનારમાં હાજર ફોટોગ્રાફર્સને સુરતના ખ્યાતનામ મેન્ટર ધ્રુવિન જૈન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં એડવાન્સ લાઈટીંગ ટેકનીક, વેડિંગ સિનેમેટોગ્રાફી, કેન્ડીડ ફોટોગ્રાફી માટે જરૂરી ટેકનીકનો કઈ રીતે? ક્યા અને કેવા સંજોગોમાં ઉપયોગ કરવો ? સહિતની સંક્ષિપ્ત માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ત્યારબાદ ફોટોગ્રાફરને મુંજવતા પ્રશ્નોનું પણ મેન્ટર ધ્રુવિન જૈન દ્વારા સરળ ભાષામાં છણાવટ કરી સમાધાન કરવામાં આવ્યું હતું. સવારે દસ વાગ્યાથી શરુ થયેલ આ વર્ક સોપમાં લંચ, હાઈ ટી અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ક સોપની સાથે સાથે એચએન એન્ટરપ્રાઈજ, સ્નેપ પ્રિન્ટ , કેમેરા ફ્રિ સર્વિસ અને યશ પવન આલ્બમ દ્વારા જુદા જુદા સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા.
મેગા વર્ક સોપને સફળ બનાવવા પ્રમુખ ધર્મેશ રાવલ, ઉપપ્રમુખ વનરાજસિંહ, સેક્રેટરી હર્ષિત પોપટ, આસી સેક્રેટરી કલ્પેશ ગોસાઈ, ખજાનચી ચિંતન સોલંકી, સહ ખજાનચી ચિંતન વારા તેમજ કારોબારી સભ્યો અલ્પેશ પરમાર, હિતેશ ટંકારીયા, ધવલ કણસાગરા, સંદીપ મારું અને નવીન ભારાણી અને પંકજ ભટ્ટ હારિત જોશી સહિત તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech