એક વૃક્ષ માં કે નામ અંતર્ગત ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ
કમિશ્નર જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરીક્લ્પના મુજબ “ એક વ્યક્તિ એક વૃક્ષ “ અને “ એક વૃક્ષ માં કે નામ ” સુત્રને સાર્થક કરતાં આગામી દિવસોમાં ૫૦૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે . જેના ભાગરૂપે ખીજડીયા સમ્પ પાસે ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જામનગરથી થોડા અંતરે આવેલા ખીજડીયા સમ્પ ખાતે યોજવામાં આવેલા વૃક્ષારોપણમાં મહાનગરપાલિકા, વનવિભાગ જામનગર અને નંદ વિદ્યા નિકેતન સ્કુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઇ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઇ જોષી, શાસક પક્ષ દંડક કેતનભાઇ નાખવા, મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, નાયબ વન સંરક્ષક આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક આર. બી. પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠીયા, ડે. કમિશ્નર ડી.એ. ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સ્વાગત પ્રવચન કરતા મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું હતું કે, ઘનિષ્ઠ વૃક્ષારોપણના કારણે આપણને વધુ માત્રામાં ઓક્સીજન મળી રહે છે અને વરસાદ સારી માત્રામાં પડે છે , પૃથ્વી ઉપર વૃક્ષો વગર મનુષ્યનું અસ્તીત્વ શક્ય જ નથી માટે આપણે આપણું અસ્તીત્વ ટકાવી રાખવા માટે પણ વિશાળ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઇએ. વધુમાં, જણાવતા કહ્યું હતુ કે, પાન-મસાલા દ્વારા પ્લાસ્ટીક જે તે જગ્યાએ ફેંકી દેવાથી તે પ્લાસ્ટીક જમીનમાં જાય છે અને જમીનની ફ્ળદ્રુપતા ઓછી કરે છે માટે લોકો તેઓના રોજ બરોજના વ્યવહારમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ખુબ ઓછા પ્રમાણમાં કરવો જોઇએ.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા, વનવિભાગ સ્વૈચ્છીક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખી આગામી દિવસોમાં ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવા જઇ રહી છે, જેના ભાગરૂપે આજે ૧૧૦૦ વૃક્ષોનું વૃક્ષારોપણ ખીજડીયા સમ્પ ખાતે કરવામાં આવ્યું છે.
વિશ્વ પ્રસિધ્ધ ખીજડીયા પક્ષી અભ્યારણની નજીક આ જગ્યા આવેલી હોય ખાસ અહીં પક્ષીઓને ખોરાક મળી રહે તે પ્રકારના વૃક્ષો સરગવો, સીતાફળ, રેઇન ટ્રી, આમળા, સેતુર, જાંબુ, દાડમ અને બોરસલી, દેશી ગુંદી વિગેરેના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ખીજડીયા સમ્પમાં વાવેતર કરવાથી મહાનગરપાલિકાને ટ્રી-ગાર્ડનો ખર્ચ તેમજ પાણીનો ખર્ચ પણ બચી જશે તેમ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષભાઇ કગથરાએ વધુમાં જણાવ્યું હતું.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદ વિદ્યા નિકેતનના આચાર્ય રાધેક્રિષ્ના પાંડે અને અંબીકા મેડમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ નુકકડ શેરી નાટક દ્વારા વૃક્ષનું મહત્વ જણાવ્યું હતું અને લોકોને વૃક્ષ વાવવા પ્રોત્સાહીત કર્યા હતા. શે૨ી નાટક ભજવનાર તમામ વિદ્યાર્થીઓને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનો, વિદ્યાર્થીઓ સ્વૈચ્છીક સંસ્થાના હોદેદારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ જોષી અને હિમાંશુભાઇ જેઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech