બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી.ગાગીયાના ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...

  • October 18, 2023 01:57 PM 

જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી.ગાગીયાના ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો...


૩૮ મહિલાઓ દ્વારા રકતદાન સાથે રાજકીય - સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોડપર ગામે સ્વ. અરજણભાઈ બોઘાભાઈ ગાગીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કે. બી. ગાગીયાના માર્ગદર્શનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં ૧૩૯ બોટલ રકત એકત્રીત થયુ...

લાલપુર તાલુકાના મોડપર ગામે તા. ૧૫ ના રોજ એક વિશિષ્ટ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં કદાચ પ્રથમ વખત ૩૮ જેટલી મહિલાઓએ રકતદાન કરી, માનવતાને મહેકાવી સમાજને વિશિષ્ટ સંદેશો આપ્યો. સ્વ. અરજણભાઈ બોઘાભાઈ ગાગીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારના યુવા આગેવાન, ટ્રસ્ટના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્ય અને જેઓ ખુદ ૮૧ વખત રકતદાન કરી ચૂકયા છે તેવા  કે. બી. ગાગીયાના માર્ગદર્શન હેટળ ટ્રસ્ટની પ્રવૃતિઓને આગળ ધપાવતા મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત થયેલ જેમાં કુલ ૧૩૯ રકતદાતાઓએ પોતાની સામાજિક ફરજ બજાવી રકતદાન કરેલા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર તથા જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા સહિત મહાનુભાવો જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વિનુભાઈ વાડોદરીયા, સુરભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરંગીયા, જિલ્લા ભાજપ અનુ. જાતી મોરચાના પ્રમુખ હીરજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય લખુભાઈ વરૂ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનાભાઈ કાંબરીયા, તા. પંચા, સદસ્ય જયેશભાઈ ગાગીયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કેશુભાઈ ચાવડા, લાલપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ જેસાભાઈ નંદાણીયા, લાલપુર તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગાગીયા, તાલુકા પંચાયત સદસ્ય જયુભા જાડેજા, જિલ્લા ભાજપ આઈ.ટી. સેલ કન્વીનર દિગુભા જાડેજા, માર્કેટ યાર્ડ ના ડાયરેકટર કાનાભાઈ આંબલીયા, લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા સહિત સામાજિક આગેવાનો, સરપંચો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
​​​​​​​

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર પ્રથમ વખત આ વિસ્તારમાં પધારતા તેઓનું સન્માન કરવામાં આવેલ, મહાનુભાવોના વરદ હસ્તે તમામ રકતદાતાઓને સ્મૃતિચિન્હ આપવામાં આવેલ. માનવસેવાના કાર્યમાં સહભાગી થવા બદલ ટ્રસ્ટના ચેરમેન કે. બી. ગાગીયા દ્વારા સર્વે રક્તદાતાઓનો આભાર માનવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application