જામનગરની રોટરી ક્લબ છોટી કાશી દ્વારા મેગા રક્તદાન કેમ્પ

  • September 20, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સેવાકીય સંસ્થા રોટરી ક્લબ છોટી કાશી દ્વારા આગામી રવિવાર, ૨૨ સપ્ટેમ્બરના રોજ કામદાર વાડી ખાતે સવારે ૯.૦૦ થી બપોરે ૩.૦૦ સુધી યોજાનાર મેગા રક્તદાન કેમ્પે જામનગરની જનતાને એક નવી દિશા આપી છે. આ કેમ્પ માત્ર એક રક્તદાન કેમ્પ નથી, પરંતુ માનવતાની સેવાનું એક મહાઅભિયાન છે. ગુરૂ ગોવિંદસિંહજી હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓને રક્તની જરૂરિયાત રહે છે. અકસ્માત, સર્જરી, થેલેસેમિયા જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે રક્ત એ જીવનદાન સમાન છે. ભારે વરસાદ અને રોગચાળાના કારણે રક્તદાતાઓની સંખ્યામાં ઘટાડો થતાં હોસ્પિટલના બ્લડ બેંકમાં રક્તનો પુરવઠો ખૂબ જ ઓછો થઈ ગયો છે. આવી સ્થિતિમાં રોટરી ક્લબ છોટી કાશી દ્વારા યોજાયેલ આ મેગા રક્તદાન કેમ્પ એક આશાનો કિરણ સમાન છે.


જામનગરના યુવાનોને આગળ આવીને આ કેમ્પમાં ભાગ લેવા અને રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. આપણે સૌ આપણા જન્મદિવસ કે અન્ય ખાસ દિવસે રક્તદાન કરીને આ નિસ્વાર્થ સેવામાં જોડાઈ શકીએ છીએ. આ રવિવારે થોડો સમય કાઢીને રક્તદાન કરીને આપણે કોઈના જીવનને બચાવી શકીએ છીએ. આપણે સૌએ મળીને આ મહાઅભિયાનને સફળ બનાવવા માટે સહકાર આપવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application