પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પોરબંદર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી સચિવ રણજીત કુમારના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં પ્રવર્તમાન અને અન્ય કોઈપણ આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાયપ બની શકાય તે માટે કોઓર્ડીનેશન સહિતના મુદ્દે પ્રભારી સચિવે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ પોતાના વિભાગ સંબંધિત અદ્યતન કામગીરી, પૂર્વસજ્જતા અને અન્ય નાગરિક સુરક્ષા સંબંધિત માહિતી વિષે વિગતવાર રજૂઆત કરી હતી. પ્રભારી સચિવે તમામ અધિકારીઓને સજ્જતા જાળવવા, આંતરિક સંકલન મજબૂત બનાવવા તથા ઈમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે જરી માર્ગદર્શન આપ્યું હતું. તથા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું કડક પાલન કરવા આદેશિત કર્યા હતા.
બેઠકમાં શાંતિ, સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને સુનિશ્ર્ચિત રાખવા માટે જરી આયોજન અને તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી સહિત વિવિધ વિભાગના અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech