રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ચિંતા વ્યક્ત કરી હતી કે આપ્ની કમનસીબી છે કે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં દવા નથી મળતી, દેશી રિવોલ્વર મળી જાય છે. આખા વિશ્વને નષ્ટ કરી શકે તેવા શસ્ત્રો બધે પહોંચી ગયા છે. ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો માથે મંડરાઈ રહ્યો છે, હજુ પણ ચેતી જવું પડશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-હમાસ યુદ્ધને જોતા એવું લાગે છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળી શકે છે. નોંધનીય છે કે મોહન ભાગવત મધ્યપ્રદેશના મહાકૌશલ વિસ્તારના દિવંગત સંઘ મહિલા નેતા ડો. ઉર્મિલા જામદારની યાદમાં આયોજિત પ્રવચનને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે તેમણે ઉમેર્યું કે આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો અનુભવી રહ્યા છે. તે યુક્રેન અથવા ગાઝામાં શરૂ થઈ શકે છે કે કેમ તે અંગે અટકળો ચાલી રહી છે.તેમણે શોક વ્યક્ત કર્યો કે વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે, પરંતુ તેનો લાભ હજુ પણ દેશમાં કે સમગ્ર વિશ્વના ગરીબો સુધી પહોંચી રહ્યો નથી અને વિશ્વને બરબાદ કરવાનો ભય સતાવી રહ્યો છે.
પયૉવરણ ની સ્થિતિ પણ ચિંતાજનક છે
તેમણે કહ્યું, કેટલાક રોગોની દવા ગ્રામીણ વિસ્તારોમાં ઉપલબ્ધ ન હોઈ શકે, પરંતુ દેશી રિવોલ્વર એટલે કે દેશી કટ્ટા બધે જ આરામથી મળી જાય છે, આ શું સૂચવે છે? પયર્વિરણ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તે હવે એવી સ્થિતિમાં પહોંચી ગયું છે જ્યાં તે જ રોગોનું કારણ બની રહ્યું છે.ભાગવતે કહ્યું કે માનવતાની સેવા કરવી એ સનાતન ધર્મ છે, જે હિન્દુ ધર્મનો પયર્યિ છે. તેમણે કહ્યું કે હિન્દુત્વમાં દુનિયાને રસ્તો બતાવવાની ક્ષમતા છે.ભાગવતે કહ્યું કે હિંદુ શબ્દ ભારતીય ગ્રંથોમાં દેખાયો તે પહેલાથી જ અસ્તિત્વમાં હતો. તેમણે કહ્યું કે તે સૌ પ્રથમ ગુરુ નાનક દેવ દ્વારા જાહેર પ્રવચનમાં રજૂ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech