રાજકોટ સિવિલ હોસ્પિટલનું તત્રં પોપાબાઈના રાજની જેમ ચાલી રહ્યું હોવાનું નમૂનાપ ઉદાહરણ અહીં તસ્વીરમાં જ જોવા મળી રહ્યું છે, દર્દીઓને સ્વજનો તાપમાં સ્ટેચર પર લઈ જઈ રહ્યા છે. અને દર્દીને મુકવા જવા માટેની રિક્ષામાં દવાઓના ફેરા કરવામાં આવી રહ્યા છે. જો કે આ આજે જ નહીં પણ રોજ બેરોજ હવે જોવા મળી રહ્યું છે.
ઝનાના હોસ્પિટલના લોકાર્પણને એક મહિનો થવા આવશે એમ છતાં પુરી વ્યવસ્થા એક જ જગ્યા એ ગોઠવવામાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને તેની ટીમ નાકામ સાબિત થઈ છે. ઝનાના હોસ્પિટલમા તો ગણી ગણાય નહીં એટલી તકલીફો દર્દીઓ, ડોકટર્સ. નસગ સ્ટાફ સહિતના ભોગવી રહ્યા છે. જયારે હવે ઝનાના હોસ્પિટલની કામ ચલાઉ વ્યવસ્થા ગોઠવવામાં પીડીયુના દર્દીઓની ખો નીકળી રહી છે. સિવિલમાં દર્દીઓને વધુ સાધન–સુવિધા મળી રહે એ માટે દાતાઓ મહેબાન બની ઈ–રિક્ષા, ડીઝલ રિક્ષા, બ્લડ ટ્રાન્સફયુલર માટેનું એલ.આર. મશીન આવી અનેક નાની–મોટી વસ્તુઓ આપવામાં આવે છે પરંતુ હોસ્પિટલનું તત્રં આ તમામ સુવિધાને સાચવવા માટે નબળું સાબિત થયું છે. જે દાતાએ દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવા માટે રિક્ષા ભેટમાં આપી એ રિક્ષામાં સુપ્રિટેન્ડેન્ટની ઓફિસ નીચે જ આવેલા સ્ટોરમાંથી ઝનાનામાં લઇ જવા માટેની દવાઓના ફેરા કરવામાં આવી રહ્યા હતા. જયારે ઇમર્જન્સી વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઇ જવા માટે એક પણ રિક્ષા સવારે ૧૦.૦૦ થી ૧૨.૩૦ સુધી ન હોવાથી દર્દીઓને તાપમાં સ્ટેચર પર લઇ જવામાં આવી રહ્યા હતા. કદાચ આ જોઈ રિક્ષા આપનાર દાતા ચોક્કસ પણે શર્મ અનુભવતા હશે પરંતુ હોસ્પિટલના જવાબદાર અને તત્રં જરા પણ બેશરમી અનુભવતું નથી. જેના કારણે જ આવું વારંવાર બની રહ્યું છે
સીસીટીવી આંધળા કે...?
હંમેશાની માફક સીસીટીવીમાં અને કારમાંથી પસાર થતી વખતે કોની સાથે કોણ વ્યકિત ઊભીને વાત કરે છે, ખાસ કરીને મીડિયાકર્મી સાથે કોણ ઉભું છે એ વાતનું પણ જીણવટ પૂર્વક ધ્યાન રાખતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી તેમની ઓફિસની એન્ટ્રી પાસે જ આવેલા ફાર્મ સ્ટોરમાંથી દર્દીઓ માટેની રિક્ષામાં દવાનો જથ્થો છેલ્લા કેટલાક દિવસથી ઝનાનામાં હેરફેર કરવામાં આવી રહ્યો છે એ સીસીટીવીમાં જોવાનો કદાચ પ્રયત્ન કર્યેા હોત તો દર્દીઓને રિક્ષાના બદલે તાપની વચ્ચે સ્ટ્રેચરમાં જવાની નોબત ન આવી હોત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech