BREAKING NEWS

ઓનલાઈન દવા વેચાણના વિરોધના પગલે ધોરાજીમાં મેડિકલ સ્ટોર્સ એસો.દ્રારા હડતાળ

  • May 22, 2026 09:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી શહેરમાં તમામ મેડિકલ સ્ટોર્સ એસોસિયેશન દ્રારા ઓનલાઇન દવાઓના વેચાણ અને મોટી કંપનીઓ દ્રારા આપવામાં આવતા જંગી ડિસ્કાઉન્ટના વિરોધમાં હડતાળ પાળવામાં આવી હતી. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર્સ દિવસભર બધં રાખવામાં આવતા સામાન્ય નાગરિકોને દવાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડો હતો.
મેડિકલ સ્ટોર્સ એસોસિયેશનના આગેવાનો દ્રારા જણાવાયું હતું કે ઓનલાઇન દવાઓના વેચાણને કારણે સ્થાનિક મેડિકલ વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે. મોટી કંપનીઓ દ્રારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટને કારણે નાના વેપારીઓને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જેના વિરોધ સ્વપે ધોરાજીના તમામ મેડિકલ સ્ટોર્સ બધં રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એસોસિયેશન દ્રારા માંગણી કરવામાં આવી હતી કે ઓનલાઇન દવાઓનું વેચાણ તાત્કાલિક ધોરણે બધં કરવામાં આવે તેમજ સ્થાનિક મેડિકલ વેપારીઓના હિતોને સુરક્ષિત કરવામાં આવે. જો સરકાર અને સંબંધિત તત્રં દ્રારા માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં વધુ આકરા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
હાલાકી દરમિયાન નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે શહેરમાં બે મેડિકલ સ્ટોર્સ ઈમરજન્સી સેવા માટે ખુલ્લ ા રાખવામાં આવ્યા હતા. ઉપરાંત હોસ્પિટલ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર્સને પણ ઈમરજન્સી પરિસ્થિતિમાં દવાઓ આપવાની છૂટ આપવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application