90 મિનિટમાં મેડલનો વરસાદ, પ્રીતિ પાલે દેશ માટે જીત્યો ત્રીજો ચંદ્રક, ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય

  • August 30, 2024 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રીતિ પાલે પેરાલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 100 મીટર T35 કેટેગરીની રેસમાં મેડલ જીત્યો છે. 30 ઓગસ્ટે ભારતે જીતેલો આ ત્રીજો મેડલ છે. પ્રીતિએ ઈતિહાસ પણ રચ્યો છે, કારણકે તે પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે.


T35 કેટેગરીની મહિલાઓની 100 મીટર રેસની ફાઇનલમાં ભારતની પ્રીતિ પાલે 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી અને ત્રીજું સ્થાન મેળવ્યું. પ્રથમ અને દ્વિતીય સ્થાન ચીનના દોડવીરોએ હાંસલ કર્યું હતું. ચીનની જિયા (13.35 સેકન્ડ) અને ગુઓએ 13.74 સેકન્ડમાં રેસ પૂરી કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.


પ્રીતિ પાલે આ વર્ષે કોબેમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાં સીધી જગ્યા બનાવી લીધી હતી. જો કે પ્રીતિ ગયા વર્ષે પેરા એશિયન ગેમ્સમાં મેડલ જીતવાથી વંચિત રહી હતી પરંતુ હવે તેણે બ્રોન્ઝ મેડલ જીતીને 140 કરોડ ભારતીયોને ખુશી આપી છે.

90 મિનિટમાં ત્રણ મેડલ આવ્યા

ભારતે 29મી ઓગસ્ટે પેરાલિમ્પિક્સમાં શાનદાર શરૂઆત કરી હતી પરંતુ મેડલ ટેલીમાં ભારતનો પહેલો, બીજો અને હવે ત્રીજો મેડલ 30મી ઓગસ્ટે આવ્યો હતો. પ્રીતિ પહેલા અવની લેખારા અને મોના અગ્રવાલે શૂટિંગમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.


મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિકના ગોલ્ડ મેડલનો બચાવ કરીને અને પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં પણ ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીતીને અવની સાથે પોડિયમ શેર કર્યું હતું. હવે પ્રીતિ પાલે બ્રોન્ઝ મેડલ જીતીને મેડલ ટેબલમાં ભારતને ફાયદો કરાવ્યો છે. ભારત હવે 1 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ સાથે મેડલ ટેબલમાં 11માં સ્થાને આવી ગયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application