જામનગરની આસપાસના ૫૧૦૦૦ લોકો માટે રિલાયન્સ દ્વારા જમણવાર

  • February 29, 2024 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બૉલિવૂડની હસ્તિઓ જામનગરમાં...
અનંત અંબાણી-રાધીકા મર્ચન્ટની પ્રિ-વેડીંગ સેરેમની માટે જામનગર આવી પહોંચેલા બોલીવુડના ભાઇજાન સલમાન ખાન, મીસ વર્લ્ડ માનુષી છીલ્લર અને બોલીવુડની માનુનીઓની કાયાને શણગારનાર જાણીતા ફેશન ડીઝાઇનર મનીષ મનહોત્રા અહીંના વિમાની મથકે ઉતરીને ખાવડી જતાં કેમેરામાં કેદ થયા હતાં.

***
અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા: જોગવડમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધીકા મર્ચન્ટ, વિરેન મર્ચન્ટ, શીલા મર્ચન્ટે જાતે ઉપસ્થિત રહીને ગામ લોકોને પોતાના ખુબ પ્રેમથી જમાડયા: ગામની મહીલાઓએ રાધીકા મર્ચન્ટના દુખણા લીધા: તમામ પ્રોટોકોલને તોડીને અંબાણી પરીવાર દરેક લોકોને મળ્યું

પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. આ અન્નસેવાનો ૫૧,૦૦૦ સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.
રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી,  અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટસ્ત્ર, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતાં.
 રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત, માનવ સેવા એ જ માધવ સેવા  માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છેને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા, તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભપ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે.
મુકેશ અંબાણી પોતાના પુત્ર અને પુત્રવધુ તથા વેવાઇને જોગવડ ખાતે આવી પહોંચ્યા ત્યારે ઉપસ્થિત લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું, વાજતે-ગાજતે અંબાણી પરીવારને લગ્ન સમારંભ સ્થળે લઇ જવામાં આવ્યા હતાં, દરેકને મુકેશભાઇ અને અનંત અંબાણી જયશ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ કહેતા-કહેતા આગળ વઘ્યા હતાં, ગામની મહીલાઓએ રાધીકા મર્ચન્ટના દુખણા લીધા હતાં અને રાધીકા પણ ખુબ પ્રેમથી ગ્રામ્ય મહીલાઓને ભેટી હતી. આ બધા પ્રસંગો યાદગાર બની ગયા હતાં.
***
બૉલિવૂડ આખું ઉમટી પડશે
૧.અમિતાભ બચ્ચન, જયા બચ્ચન-પરિવાર, ર.અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય બચ્ચન, ૩.રજનીકાંત-પરિવાર, ૪.શાહરુખખાન, ગૌરી ખાન-પરિવાર, પ.આમિરખાન, સલમાન ખાન, ૬.અક્ષયકુમાર, ટ્વિંકલ ખન્ના, ૭.અજય દેવગન, કાજોલ દેવગન, ૮.સૈફઅલીખાન, કરીના કપુર ખાન, ૯.ચંકી પાંડે-પરિવાર, ૧૦.રણવીરસિંઘ, દીપીકા પાદૂકોણ, ૧૧.રણબીર કપુર, આલિયા ભટ્ટ, ૧ર.વીકી કૌશલ, કેટરીના કૈફ, ૧૩.માધુરી દિક્ષિત, ડૉ.શ્રીરામ નેને, ૧૪.આદિત્ય ચોપડા, રાની મુખર્જી, ૧પ.કણન જોહર, મનિષ મલ્હોત્રા, ૧૬.બોની કપુર, અનિલ કપુર-પરિવાર, ૧૭.કરિશ્મા કપુર, શ્રદ્ધા કપુર, વરુણ ધવન
***
વિદેશથી લગ્નમાં આવનારા દિગ્ગજ મહેમાનો
ડૉ.સુલતાન અલ જબર (સીઈઓ: એડીએનસીસી), યાસિર અલ રુમિયાન (ચેરમેન: સાઉદી ઍરામકો), મહંમદ બિન અબ્દુલ રહેમાન બિન જશીન (પીએમ: કતર), કાર્લ બીલ્ટ (પૂર્વ વડાપ્રધાન: સ્વિડન), જોન ચેમ્બર, બૉબ ડુગ્લી, ફિસ્ટોફર એલિએસ (પ્રેસિડેન્ટ: ગ્લોબલ ડેવલોપમેન્ટ), જૉન અલકનાન, લેરીફીન, બ્રુસ ફોલ્ટ, બિલ ગેટ્સ, સ્ટિફન હાર્પર (પૂર્વ વડાપ્રધાન: કૅનેડા), રિચાર્ડ હિલ્ટન (ચેરમેન: હિલ્ટન એન્ડ હેલેન), અજીત જૈન (વા.ચેરમેન: હેથવે), ડૉ.રિચર્ડ ક્લુઝનર (વૈજ્ઞાનિક), ઈવાનકા ટ્રમ્પ (ડૉનાલ્ડ ટ્રમ્પની પુત્રી), જોસુઆ કુશનર, ડેમાર્ડ લુની, યુરી મિલનર, અજીત મોહન (ચેરમેન: એશિયા પૅસિફીક), જોન મુર્ડોક, શાંતનુ નારાયણ (સીઈઓ: એડોબ), અમિત એચ. નાસીર (પ્રેસિડેન્ટ: એરામકો), વીવોનેવો, નીતિન નહોરિયા, જેવિયર ઓલિવન, એચ.એચ. (કિંગ એન્ડ ક્વિન: ભૂતાન), ઉમા સગુર્તી (વા.ચેરમેન: બેંક ઓફ અમેરિકા), પ્રેસિડેન્ટ જોર્ગો (પૂર્વ પ્રેસિડેન્ટ ઓફ બોલિવીયા), નીચેલ રીટર (ફાઉન્ડર: સ્ટિલ પાર્લોટ), કેવિન રુડ (પૂર્વ વડાપ્રધાન: ઑસ્ટ્રેલિયા), એરિક સિમિલ્ડ, ક્લાઉસ સ્વેબ, રામશ્રીરામ, જુરેસોલા, માર્ક ટકર, ફરિદ જકરિયા (જર્નાલિસ્ટ), ફલદુન અલ મુબારક (એમડી: મુબાદલા), સુંદર પિચાઈ, લીન ફોરેસ્ટર, માર્કસ વેલેનબર્ગ, બૉબ આઈગર, ટેડ પીક, બીલફોર્ડ, માર્ક કેર્ની, સ્ટિફન સ્કવાર્સ, બ્રેઈન થોમસ, કાર્લોસ્લીમ, જયલી, રેમન્ડ ડાલિયો.
**
દેશ-વિદેશના વિખ્યાત ઉદ્યોગપતિઓ
(૧)એન.ચંદ્રા (ર)કુમાર મંગલમ બિરલા એન્ડ ફેમિલી (૩)ગૌતમ અદાણી અને પરિવાર (૪)ગોદરેજ એન્ડ ફેમિલી (પ)નંદન નીલકણી (૬)સંજીવ ગોયંકા (૭)રિશાદ પ્રેમજી (૮)ઉદય કોટક (૯)અદાર પુનાવાલા (૧૦)સુનિલ મિત્તલ (૧૧)પવન મુંજાલ (૧ર)રોશની નદાર (૧૩)નીખિલ કામત (૧૪)રોની સ્ક્રુવાલા (૧પ)દીલિપ સંઘવી
***
હાજરી આપનારા ક્રિકેટરો
૧.સચીન તેંદૂલકર, અંજલિ તેંદૂલકર, ર.એમ.એસ. ધોની અને પરિવાર, ૩.રોહિત શર્મા, કે.એલ. રાહુલ, ૪.હાર્દિક પંડ્યા, કુણાલ પંડ્યા, ઈશાન કિશન,
***
બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનનું મોડી રાત્રે જામનગરના એરપોર્ટ પર આગમન
દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત તેમજ રાધિકા મર્ચન્ટ ના પ્રી-વેડિંગ સેરેમનીના સમારોહમાં બોલીવુડના પ્રખ્યાત સુપર સ્ટાર સલમાન ખાન ઉર્ફે ભાઈજાન પણ મહેમાન બન્યા છે, અને ગઈકાલે મોડી રાત્રે તેઓ જામનગરના એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં કંપનીની ટીમ દ્વારા ભાઈજાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના માટે હાજર રખાયેલી રોલ્સ રોય કારમાં બેસાડીને મોટી ખાવડી તરફ લઈ જવામાં આવ્યા હતા. મોડી રાત્રે પણ સલમાન ખાનના ચાહકો એરપોર્ટ પર તેમની રાહ જોઈને ઊભા રહ્યા હતા. જેઓનું ભાઈજાને અભિનંદન જીલ્યું હતું.
***
ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો નાની ખાવડીમાં લોકડાયરો યોજાયો
ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી પરિવારના અનંત અને રાધિકાના શુભ લગ્ન પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે નાની ખાવડી વિસ્તારમાં આવેલી ગોવર્ધન ટાઉનશિપમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોના લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.  ગુજરાતી સાહિત્યકાર બિહારી હેમુભાઇ ગઢવી, પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, લોકગાયિકા લલીતાબેન ઘોડાદરા અને ગીતાબેન ચૌહાણ વગેરેના લોક ડાયરા નો કાર્યક્રમ યોજાયો હતો, અને શ્રોતાજનોને મંત્ર મુગ્ધ કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application