રાજકોટ સહિત રાયની ૧૫ મહાપાલિકામાં મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્વે નવા નિયમો સાથે તા.૨૭ એપ્રિલના રોજ ગેઝેટ પ્રસિધ્ધ થયું છે, જેમાં મુખ્યત્વે હવે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા મ્યુનિસિપલ સેક્રેટરીને બદલે મ્યુનિસિપલ કમિશનર કરાવશે.વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્વે તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ગેઝેટમાં નવા નિયમો પ્રસિધ્ધ કરાયા છે અને આગામી દિવસોમાં તે મુજબ મેયરની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે. મુખ્યત્વે ત્રણ નવી બાબતો સમાવિષ્ટ્ર કરાઇ છે જેમાં (૧) મેયરની ચૂંટણી મ્યુનિસિપલ સેક્રેટરીને બદલે મ્યુનિસિપલ કમિશનર કરાવશે. (૨) એજન્ડા પ્રસિધ્ધ થયા બાદ સાત દિવસના બદલે ત્રણ દિવસમાં ચૂંટણી પ્રક્રિયા થશે (૩) સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું વિડિયો રેકોડિગ થશે.રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મોરબી, નવસારી, નડિયાદ, મહેસાણા સુરેન્દ્રનગર–વઢવાણ, ગાંધીધામ સહિતની તમામ મહાપાલિકાઓમાં ઉપરોકત નવા નિયમ મુજબ મેયરની ચૂંટણી પ્રક્રિયા થશે. દરમિયાન રાજકીય વર્તુળોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ સહિત તમામ મહાપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે મેયરના નામ નક્કી કરવા ગઇકાલે ભારતીય જનતા પાર્ટીની સંકલન મિટિંગ મળી હતી, જેમાં મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓ માટે ત્રણ ત્રણ નામોની પેનલ તૈયાર કરાઇ છે, જે હવે આગામી દિવસોમાં પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ મુકાશે અને પેનલમાં મુકાયેલા ત્રણમાંથી જે નામ ઉપર સર્વસંમતિ સધાશે તેમનું નામ મેયર પદે પસદં થશે ત્યારબાદ ઉપરોકત નવા નિયમો મુજબ મેયરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.